|
View Original |
|
સમજતો ના જીવનમાં કે તારો તો કોઈ દોષ નથી
સરળતાથી તો તું વર્ત્યો નથી કે સરળતાથી તું રહ્યો નથી
પાણીમાંથી તો પોદા કાઢે, કોઈ વાતમાં તો તું કોરો નથી
દોષ વિનાનો તો તું રહ્યો નથી, દોષ ભલે તારા સ્વીકાર્યા નથી
દોષે દોષે રહ્યો તું અધૂરો, તું કાંઈ દોષ વિનાનો રહ્યો નથી
દોષોમાં ગયો છે ખૂંપી એટલો, દોષોની સૃષ્ટિમાંથી બહાર આવ્યો નથી
તર્કનાં વર્તુળો ને વર્તુળો રચી, બચાવ તારો કર્યાં વિના રહ્યો નથી
સહન ના થાતા આક્ષેપો, ભાગ્યા વિના ત્યાંથી તું રહ્યો નથી
દોષનો તો અધિકાર છે, સમજવાથી કાંઈ દોષમુક્ત થવાનો નથી
ના સ્વીકારી દોષોને, દોષોનું પુનરાવર્તન કર્યાં વિના રહ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)