1997-10-27
1997-10-27
1997-10-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15073
શબ્દોએ લેવી પડે સહાય સંગીતની, એવા નબળા શબ્દો નથી જોઈતા

જોવી પડે રાહ સંગીતને તો શબ્દોની, એવું સંગીત તો નથી જોઈતું
સંપૂર્ણપણે ખીલે બંને જીવનમાં, ના રહેવા દે અધૂરપ એ તો જીવનમાં
લાગશે શબ્દો મધુરા ને મધુરા, લાગશે ના સંગીત વિના એ તો મીઠા
બંનેના મેળ સુમેળ ખાશે જ્યાં જીવનમાં, પ્રભુ આવ્યા વિના તો ના રહેવાના
ચાલે છે છેડછાડ બંનેની, એકબીજાની જીવનમાં, લાગે દ્વાર સ્વર્ગનાં ત્યાં ફિક્કાં
તન્મયતાની જ્યોત જગાવે જ્યાં, રહે ના અવધિ ત્યાં પ્રેમ અને આનંદમાં
ગોતવું ના પડે શબ્દે તો સંગીતને, ખીલે શબ્દો તો જ્યાં પુરબહારમાં
એકબીજા વળગીને રહ્યા જીવનમાં જ્યાં, પ્રભુધામની યાદ એ અપાવી રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śabdōē lēvī paḍē sahāya saṁgītanī, ēvā nabalā śabdō nathī jōītā
jōvī paḍē rāha saṁgītanē tō śabdōnī, ēvuṁ saṁgīta tō nathī jōītuṁ
saṁpūrṇapaṇē khīlē baṁnē jīvanamāṁ, nā rahēvā dē adhūrapa ē tō jīvanamāṁ
lāgaśē śabdō madhurā nē madhurā, lāgaśē nā saṁgīta vinā ē tō mīṭhā
baṁnēnā mēla sumēla khāśē jyāṁ jīvanamāṁ, prabhu āvyā vinā tō nā rahēvānā
cālē chē chēḍachāḍa baṁnēnī, ēkabījānī jīvanamāṁ, lāgē dvāra svarganāṁ tyāṁ phikkāṁ
tanmayatānī jyōta jagāvē jyāṁ, rahē nā avadhi tyāṁ prēma anē ānaṁdamāṁ
gōtavuṁ nā paḍē śabdē tō saṁgītanē, khīlē śabdō tō jyāṁ purabahāramāṁ
ēkabījā valagīnē rahyā jīvanamāṁ jyāṁ, prabhudhāmanī yāda ē apāvī rahyā
|
|