Hymn No. 7297 | Date: 26-Mar-1998
વિચાર કરું છું પ્રભુ, જો આંખ આપી ના હોતે, તો મારું શું થાતે
vicāra karuṁ chuṁ prabhu, jō āṁkha āpī nā hōtē, tō māruṁ śuṁ thātē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-03-26
1998-03-26
1998-03-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15286
વિચાર કરું છું પ્રભુ, જો આંખ આપી ના હોતે, તો મારું શું થાતે
વિચાર કરું છું પ્રભુ, જો આંખ આપી ના હોતે, તો મારું શું થાતે
પ્યાર ભર્યું દિલ મને જો ના દીધું હોતે, તો મારું શું થાતે
ધડકને ધડકને ધડકી રહ્યું છે દિલ, ધડકન ના હોતે, તો મારું શું થાતે
અન્યની ધડકને ધડકતું રહેતે જો દિલ મારું, તો મારું શું થાતે
વિચારોમાં રાખ્યો ડુબાડી, તારા વિચારોથી રહ્યા હોત વંચિત, તો મારું શું થાતે
વિચારો પણ જીવનમાં, પ્રભુ લીધા હોત જો તેં ઝૂંટવી, તો મારું શું થાતે
દીધા સંજોગો કપરા જીવનમાં, દીધી ના હોત શક્તિ જીરવવા, તો મારું શું થાતે
ડગલે પગલે વાગે ભણકારા તારા, મળે ના દર્શન તોય તારાં, તો મારું શું થાતે
હર ચાહતની ચાહતમાં ફર્યો જ્યાં ત્યાં જગમાં, મળ્યો ના પ્રેમ જગમાં, તો મારું શું થાતે
હૈયું તડપી રહ્યું છે સાંભળવા શબ્દો તારા, મળે ના ધ્વનિ જો તારા, તો મારું શું થાતે
ટકી રહ્યું છે તન તારાં દર્શન કાજે, મળે ના જો દર્શન તારાં, તો મારું શું થાતે
તો મારું શું થાતે, તો મારું શું થાતે, તો મારું શું થાતે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vicāra karuṁ chuṁ prabhu, jō āṁkha āpī nā hōtē, tō māruṁ śuṁ thātē
pyāra bharyuṁ dila manē jō nā dīdhuṁ hōtē, tō māruṁ śuṁ thātē
dhaḍakanē dhaḍakanē dhaḍakī rahyuṁ chē dila, dhaḍakana nā hōtē, tō māruṁ śuṁ thātē
anyanī dhaḍakanē dhaḍakatuṁ rahētē jō dila māruṁ, tō māruṁ śuṁ thātē
vicārōmāṁ rākhyō ḍubāḍī, tārā vicārōthī rahyā hōta vaṁcita, tō māruṁ śuṁ thātē
vicārō paṇa jīvanamāṁ, prabhu līdhā hōta jō tēṁ jhūṁṭavī, tō māruṁ śuṁ thātē
dīdhā saṁjōgō kaparā jīvanamāṁ, dīdhī nā hōta śakti jīravavā, tō māruṁ śuṁ thātē
ḍagalē pagalē vāgē bhaṇakārā tārā, malē nā darśana tōya tārāṁ, tō māruṁ śuṁ thātē
hara cāhatanī cāhatamāṁ pharyō jyāṁ tyāṁ jagamāṁ, malyō nā prēma jagamāṁ, tō māruṁ śuṁ thātē
haiyuṁ taḍapī rahyuṁ chē sāṁbhalavā śabdō tārā, malē nā dhvani jō tārā, tō māruṁ śuṁ thātē
ṭakī rahyuṁ chē tana tārāṁ darśana kājē, malē nā jō darśana tārāṁ, tō māruṁ śuṁ thātē
tō māruṁ śuṁ thātē, tō māruṁ śuṁ thātē, tō māruṁ śuṁ thātē
|