1998-04-17
1998-04-17
1998-04-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15320
વર્તન વિના દુઃખ જીવનમાં આવતું નથી, દુઃખ દાનમાં કોઈ લેતું નથી
વર્તન વિના દુઃખ જીવનમાં આવતું નથી, દુઃખ દાનમાં કોઈ લેતું નથી
સમજણના અભાવ વિના દુઃખ જીવનમાં તો કાંઈ સરજાતું નથી
શક્તિ વિનાની દોટમાં ગયા જ્યાં ભાંગી, દુઃખ પામ્યા વિના રહેતું નથી
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, દુઃખ હૈયામાં ઊભું કર્યાં વિના છે એ રહ્યા નથી
ધરમની વાતો કરી કરી જગમાં, સાચા ધરમી તો કોઈ કાંઈ બન્યા નથી
રહ્યા છે સુખની શોધમાં સહુ ભટકતા, સાચા સુખી કોઈ તો બની શક્યા નથી
દોર ઇચ્છાઓનો રાખ્યો છૂટો, જીવનમાં દુઃખનું કારણ બન્યા વિના રહ્યો નથી
અવગુણોમાં રાચી રહ્યા જીવનમાં, દુઃખી થયા વિના એ તો રહ્યા નથી
શંકા ને ઈર્ષ્યા ભર્યાં રાખ્યાં હૈયાં જીવનમાં, દુઃખી થયા વિના એ રહ્યા નથી
અસંતોષની આગમાં રહ્યા હૈયે જેના જલી, દુઃખને આમંત્રણ આપ્યા વિના રહ્યા નથી
https://www.youtube.com/watch?v=gQBNXNWMxYQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વર્તન વિના દુઃખ જીવનમાં આવતું નથી, દુઃખ દાનમાં કોઈ લેતું નથી
સમજણના અભાવ વિના દુઃખ જીવનમાં તો કાંઈ સરજાતું નથી
શક્તિ વિનાની દોટમાં ગયા જ્યાં ભાંગી, દુઃખ પામ્યા વિના રહેતું નથી
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, દુઃખ હૈયામાં ઊભું કર્યાં વિના છે એ રહ્યા નથી
ધરમની વાતો કરી કરી જગમાં, સાચા ધરમી તો કોઈ કાંઈ બન્યા નથી
રહ્યા છે સુખની શોધમાં સહુ ભટકતા, સાચા સુખી કોઈ તો બની શક્યા નથી
દોર ઇચ્છાઓનો રાખ્યો છૂટો, જીવનમાં દુઃખનું કારણ બન્યા વિના રહ્યો નથી
અવગુણોમાં રાચી રહ્યા જીવનમાં, દુઃખી થયા વિના એ તો રહ્યા નથી
શંકા ને ઈર્ષ્યા ભર્યાં રાખ્યાં હૈયાં જીવનમાં, દુઃખી થયા વિના એ રહ્યા નથી
અસંતોષની આગમાં રહ્યા હૈયે જેના જલી, દુઃખને આમંત્રણ આપ્યા વિના રહ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vartana vinā duḥkha jīvanamāṁ āvatuṁ nathī, duḥkha dānamāṁ kōī lētuṁ nathī
samajaṇanā abhāva vinā duḥkha jīvanamāṁ tō kāṁī sarajātuṁ nathī
śakti vinānī dōṭamāṁ gayā jyāṁ bhāṁgī, duḥkha pāmyā vinā rahētuṁ nathī
hāthanāṁ karyāṁ haiyē vāgyāṁ, duḥkha haiyāmāṁ ūbhuṁ karyāṁ vinā chē ē rahyā nathī
dharamanī vātō karī karī jagamāṁ, sācā dharamī tō kōī kāṁī banyā nathī
rahyā chē sukhanī śōdhamāṁ sahu bhaṭakatā, sācā sukhī kōī tō banī śakyā nathī
dōra icchāōnō rākhyō chūṭō, jīvanamāṁ duḥkhanuṁ kāraṇa banyā vinā rahyō nathī
avaguṇōmāṁ rācī rahyā jīvanamāṁ, duḥkhī thayā vinā ē tō rahyā nathī
śaṁkā nē īrṣyā bharyāṁ rākhyāṁ haiyāṁ jīvanamāṁ, duḥkhī thayā vinā ē rahyā nathī
asaṁtōṣanī āgamāṁ rahyā haiyē jēnā jalī, duḥkhanē āmaṁtraṇa āpyā vinā rahyā nathī
|
|