Hymn No. 7397 | Date: 08-Jun-1998
કેમ કરીને બતાવું, મનડું મારું છાનું છાનું મનમાં રોતું
kēma karīnē batāvuṁ, manaḍuṁ māruṁ chānuṁ chānuṁ manamāṁ rōtuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-06-08
1998-06-08
1998-06-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15386
કેમ કરીને બતાવું, મનડું મારું છાનું છાનું મનમાં રોતું
કેમ કરીને બતાવું, મનડું મારું છાનું છાનું મનમાં રોતું
બાંધી માયા જગ સંગે, જગમાં જ્યાં ત્યાં રહે એ ફરતું
પ્રેમ કાજે રહે એ તલસતું, પ્રેમના કિનારે ના તોય લાંગરતું
કરે સુખ કાજે દોડધામ, જગમાં સુખથી તોય દૂર ને દૂર રહેતું
હાથનાં કર્યાં હૈયે રે વાગ્યાં, કોને જઈને એ તો કહેવું
દુઃખસુખને હૈયાના સંગી બનાવી, રહ્યું એ તો ફરતું ને ફરતું
તરંગે તરંગે રહ્યું એ તો ફરતું, ઠરીઠામ બની ના ક્યાંય બેઠું
ફરી ફરી જગને ખૂણે ખૂણે, પોતાનું કોઈને ના કરી શક્યું
હૈયા ને મનડાની જુગલ જોડી છે માનવ પાસે, દૂર એનાથી તોય રહેતું
એકલવાયું ને એકલવાયું એ રહ્યું, છાનું છાનું મનમાં એ રોતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kēma karīnē batāvuṁ, manaḍuṁ māruṁ chānuṁ chānuṁ manamāṁ rōtuṁ
bāṁdhī māyā jaga saṁgē, jagamāṁ jyāṁ tyāṁ rahē ē pharatuṁ
prēma kājē rahē ē talasatuṁ, prēmanā kinārē nā tōya lāṁgaratuṁ
karē sukha kājē dōḍadhāma, jagamāṁ sukhathī tōya dūra nē dūra rahētuṁ
hāthanāṁ karyāṁ haiyē rē vāgyāṁ, kōnē jaīnē ē tō kahēvuṁ
duḥkhasukhanē haiyānā saṁgī banāvī, rahyuṁ ē tō pharatuṁ nē pharatuṁ
taraṁgē taraṁgē rahyuṁ ē tō pharatuṁ, ṭharīṭhāma banī nā kyāṁya bēṭhuṁ
pharī pharī jaganē khūṇē khūṇē, pōtānuṁ kōīnē nā karī śakyuṁ
haiyā nē manaḍānī jugala jōḍī chē mānava pāsē, dūra ēnāthī tōya rahētuṁ
ēkalavāyuṁ nē ēkalavāyuṁ ē rahyuṁ, chānuṁ chānuṁ manamāṁ ē rōtuṁ
|