Hymn No. 7402 | Date: 11-Jun-1998
રાતભર રાતભર, રહ્યો વિચારો ને વિચારોના મણકા ફેરવતો
rātabhara rātabhara, rahyō vicārō nē vicārōnā maṇakā phēravatō
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-06-11
1998-06-11
1998-06-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15391
રાતભર રાતભર, રહ્યો વિચારો ને વિચારોના મણકા ફેરવતો
રાતભર રાતભર, રહ્યો વિચારો ને વિચારોના મણકા ફેરવતો
અટકી ના એ માળા, રહ્યો મણકા ને મણકા, ફેરવતો ને ફેરવતો
પડી ના સમજ કે, મણકે મણકે વિચાર બદલાયો, કે વિચારે મણકો
અટક્યા ના વિચારો, અટક્યા ના મણકા, રહ્યો એમાં ને એમાં તણાતો
મન તંગ બન્યું, વિચારોની સંગ રહ્યું, પણ સંગ ના તો છૂટયો
રહ્યા મણકા ફરતા, સમય એમાં પસાર થાતો ને થાતો ગયો
ક્ષણ બે ક્ષણના આવ્યા નીંદના મટકા, મણકા અટક્યા ત્યાં ફરતા
કંઈક તાંતણા તો સંધાયા, કંઈક મણકા રહ્યા ફરતા ને ફરતા
રાતભર રહ્યા જ્યાં મણકા ફરતા, મનડાં ને તનડાં તો તંગ બન્યાં
તન ને મન જ્યાં થાક્યા એમાં, નિદ્રાને આધીન એ તો બન્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rātabhara rātabhara, rahyō vicārō nē vicārōnā maṇakā phēravatō
aṭakī nā ē mālā, rahyō maṇakā nē maṇakā, phēravatō nē phēravatō
paḍī nā samaja kē, maṇakē maṇakē vicāra badalāyō, kē vicārē maṇakō
aṭakyā nā vicārō, aṭakyā nā maṇakā, rahyō ēmāṁ nē ēmāṁ taṇātō
mana taṁga banyuṁ, vicārōnī saṁga rahyuṁ, paṇa saṁga nā tō chūṭayō
rahyā maṇakā pharatā, samaya ēmāṁ pasāra thātō nē thātō gayō
kṣaṇa bē kṣaṇanā āvyā nīṁdanā maṭakā, maṇakā aṭakyā tyāṁ pharatā
kaṁīka tāṁtaṇā tō saṁdhāyā, kaṁīka maṇakā rahyā pharatā nē pharatā
rātabhara rahyā jyāṁ maṇakā pharatā, manaḍāṁ nē tanaḍāṁ tō taṁga banyāṁ
tana nē mana jyāṁ thākyā ēmāṁ, nidrānē ādhīna ē tō banyāṁ
|