Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7458 | Date: 09-Jul-1998
પાણીમાં પાણી સમાઈ જાશે, છીછરા પાત્રમાંથી એ ઢોળાઈ જાશે
Pāṇīmāṁ pāṇī samāī jāśē, chīcharā pātramāṁthī ē ḍhōlāī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7458 | Date: 09-Jul-1998

પાણીમાં પાણી સમાઈ જાશે, છીછરા પાત્રમાંથી એ ઢોળાઈ જાશે

  No Audio

pāṇīmāṁ pāṇī samāī jāśē, chīcharā pātramāṁthī ē ḍhōlāī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-07-09 1998-07-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15447 પાણીમાં પાણી સમાઈ જાશે, છીછરા પાત્રમાંથી એ ઢોળાઈ જાશે પાણીમાં પાણી સમાઈ જાશે, છીછરા પાત્રમાંથી એ ઢોળાઈ જાશે

છીછરા પેટમાં ના વાત ટકશે, વાત બધે તો ફેલાઈ જાશે

મમત્વમાં મન જ્યાં બંધાઈ જાશે, દ્વાર મુક્તિના ત્યાં હડસેલાઈ જાશે

વિચારોને અન્ય વિચારોનું સમર્થન મળશે, એમાં વિચાર મજબૂત બનશે

દુઃખદર્દની દાસ્તાં હશે લાંબી, સમય એને જીવનમાં ભુલાવી જાશે

રાધાવર શામળિયામાં લગન લાગશે, સૂરત જીવનની એ બદલાવી જાશે

શક્તિવાન બીજાને ઊભા કરશે, પાંગળો બીજાને તો પાડી દેશે

ધોઈ ખારાશ હૈયાની સહુની, દેશે હૈયામાં સમાવી, જગમાં એ પૂજાઈ જાશે

દુઃખદર્દથી દામન ના ખાલી થાશે, જીવનમાં પ્રગતિ ના એ કરી શકશે

સમજવામાં વાર ભલે લાગે, અમલમાં તો વાર હવે ના લગાડજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pāṇīmāṁ pāṇī samāī jāśē, chīcharā pātramāṁthī ē ḍhōlāī jāśē

chīcharā pēṭamāṁ nā vāta ṭakaśē, vāta badhē tō phēlāī jāśē

mamatvamāṁ mana jyāṁ baṁdhāī jāśē, dvāra muktinā tyāṁ haḍasēlāī jāśē

vicārōnē anya vicārōnuṁ samarthana malaśē, ēmāṁ vicāra majabūta banaśē

duḥkhadardanī dāstāṁ haśē lāṁbī, samaya ēnē jīvanamāṁ bhulāvī jāśē

rādhāvara śāmaliyāmāṁ lagana lāgaśē, sūrata jīvananī ē badalāvī jāśē

śaktivāna bījānē ūbhā karaśē, pāṁgalō bījānē tō pāḍī dēśē

dhōī khārāśa haiyānī sahunī, dēśē haiyāmāṁ samāvī, jagamāṁ ē pūjāī jāśē

duḥkhadardathī dāmana nā khālī thāśē, jīvanamāṁ pragati nā ē karī śakaśē

samajavāmāṁ vāra bhalē lāgē, amalamāṁ tō vāra havē nā lagāḍajē
Scan Image

Gujarati Bhajan no. 7458 by Satguru Devendra Ghia - Kaka
First...745374547455...Last