1998-07-08
1998-07-08
1998-07-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15446
દીધું છે જીવન જેણે, આવી જગમાં, જીવી જીવન, જીવનને જાણવાને

કરી લાખ કોશિશો, છૂટ્યા ના જીવન, મથ્યા ઘણું જાણવાને
હતું દર્પણ જીવન તો મારું, ના પારખી શક્યો, એમાં મારી જાતને
દૂર, દૂર ને દૂર રહ્યા, એ અમારા હૈયાથી, થાક્યા જ્યાં એને જાણવાને
પ્રેમભર્યું વિતાવવું છે જીવન, જીવનમાં પ્રભુનો પ્રેમ પામવાને
રહ્યા હરદમ એ તો સાથમાં, ના સમજાયું, બેઠા હતા ક્યાં છુપાઈને
લાગે સદા, મળે ના જ્યાં દર્શન, બેઠા છે જાણે એ રિસાઈને
છે એ કરુણાસાગર રહ્યા છે, સદા વહાવી એના કરુણાના પ્રવાહને
છે એ દીનદુઃખિયાનો કિનારો, લાંગરે નાવ સહુની એના કિનારે
કરે છે હિસાબ ભલે પાપપુણ્યનો, ના અટકાવે દયાના પ્રવાહને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhuṁ chē jīvana jēṇē, āvī jagamāṁ, jīvī jīvana, jīvananē jāṇavānē
karī lākha kōśiśō, chūṭyā nā jīvana, mathyā ghaṇuṁ jāṇavānē
hatuṁ darpaṇa jīvana tō māruṁ, nā pārakhī śakyō, ēmāṁ mārī jātanē
dūra, dūra nē dūra rahyā, ē amārā haiyāthī, thākyā jyāṁ ēnē jāṇavānē
prēmabharyuṁ vitāvavuṁ chē jīvana, jīvanamāṁ prabhunō prēma pāmavānē
rahyā haradama ē tō sāthamāṁ, nā samajāyuṁ, bēṭhā hatā kyāṁ chupāīnē
lāgē sadā, malē nā jyāṁ darśana, bēṭhā chē jāṇē ē risāīnē
chē ē karuṇāsāgara rahyā chē, sadā vahāvī ēnā karuṇānā pravāhanē
chē ē dīnaduḥkhiyānō kinārō, lāṁgarē nāva sahunī ēnā kinārē
karē chē hisāba bhalē pāpapuṇyanō, nā aṭakāvē dayānā pravāhanē
|