1998-01-19
1998-01-19
1998-01-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15468
રહ્યું છે જગ તો દુઃખિયોથી તો ઊભરાતું ને ઊભરાતું

અનેકોનું દુઃખ હૈયે તારા કેમ ના પ્હોંચ્યું, હૈયાનું ખમીર તારું ક્યાં ખોવાઈ ગયું
પોતાના દુઃખમાં હૈયું તારું ચિત્કારી ઊઠયું, અનેકના દુઃખે ના કેમ હચમચી ગયું
હતાં સપનાં અનેકોને સહાય કરવાનાં, મળ્યો મોકો, મોકો કેમ એ ચૂકી ગયું
નીકળ્યો છે અણુએ અણુમાં કરવા દર્શન પ્રભુનાં, દુઃખિયામાં દર્શન પ્રભુનું કેમ ના મળ્યું
ઊતર્યો નથી અંતરમાં જ્યાં કાંઈ તું ઊંડે, પોતાનું સુખ તો વ્હાલું તો તેં ગણ્યું
દુઃખિયાનાં દુઃખો શોધે છે ખુણો હૈયામાં તારા, શાને કાજે દ્વાર હૈયાનું બંધ કર્યું
વારે વારે ચાલ્યા આવે વારા સહુના, કોણ જાણે વારો કોને ઝડપી ગયું
પળેપળના સામનાનો છે જમાનો, અણી વખતે હૈયું તો કેમ સંકોચાઈ ગયું
નથી બન્યો કાંઈ તું આતમધ્યાની, અન્યનું દુઃખ તારી નજરમાં શાને ના ચડયું
ચાહે છે પ્રભુ અણમોલ ફરજ તો તારી, ત્યારે હૈયાનું ખમીર તારું ક્યાં ખોવાઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyuṁ chē jaga tō duḥkhiyōthī tō ūbharātuṁ nē ūbharātuṁ
anēkōnuṁ duḥkha haiyē tārā kēma nā phōṁcyuṁ, haiyānuṁ khamīra tāruṁ kyāṁ khōvāī gayuṁ
pōtānā duḥkhamāṁ haiyuṁ tāruṁ citkārī ūṭhayuṁ, anēkanā duḥkhē nā kēma hacamacī gayuṁ
hatāṁ sapanāṁ anēkōnē sahāya karavānāṁ, malyō mōkō, mōkō kēma ē cūkī gayuṁ
nīkalyō chē aṇuē aṇumāṁ karavā darśana prabhunāṁ, duḥkhiyāmāṁ darśana prabhunuṁ kēma nā malyuṁ
ūtaryō nathī aṁtaramāṁ jyāṁ kāṁī tuṁ ūṁḍē, pōtānuṁ sukha tō vhāluṁ tō tēṁ gaṇyuṁ
duḥkhiyānāṁ duḥkhō śōdhē chē khuṇō haiyāmāṁ tārā, śānē kājē dvāra haiyānuṁ baṁdha karyuṁ
vārē vārē cālyā āvē vārā sahunā, kōṇa jāṇē vārō kōnē jhaḍapī gayuṁ
palēpalanā sāmanānō chē jamānō, aṇī vakhatē haiyuṁ tō kēma saṁkōcāī gayuṁ
nathī banyō kāṁī tuṁ ātamadhyānī, anyanuṁ duḥkha tārī najaramāṁ śānē nā caḍayuṁ
cāhē chē prabhu aṇamōla pharaja tō tārī, tyārē haiyānuṁ khamīra tāruṁ kyāṁ khōvāī gayuṁ
|
|