|
View Original |
|
મોહમાં ફસાઈને ક્યાંનો ક્યાં ખેંચાતો જાઉં છું
ન જાણે ક્યાંનો ક્યાં હું તણાતો જાઉં છું
ન જાણે ક્યાંનો ક્યાં હું ખોવાતો જાઉં છું
સમજ્યા વિના હું મંઝિલ બદલતો જાઉં છું
અનિર્ણયમાં નિર્ણય સમજતો જાઉં છું
સુકાન વિના નાવને હું ચલાવતો જાઉં છું
તોફાનમાં નાવની હાલત કફોડી કરતો જાઉં છું
અથડાઈ-કુટાઈ અકડાઈ ગુમાવતો જાઉં છું
જાણ્યે-અજાણ્યે `મા' પાસે તણાતો જાઉં છું
તણાતા એ તરફ આનંદની લહેરી પામતો જાઉં છું
હર પળે, હર સ્થળે, યાદમાં તારી ભીંજાતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)