1992-03-18
1992-03-18
1992-03-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15737
કેમ થયું, કેમ બન્યું, જીવનમાં જલદી નહીં એ સમજાય, નહીં એ સમજાય

બનતું ને બનતું જાય જીવનમાં એવું, મેળવવા તાળાં એના, મુશ્કેલ બની જાય
બને જીવનમાં ક્યારેક એવું, ધાર્યું ધણીનું થાય, ઉદ્દગાર એવા નીકળી જાય
બને નજર સામે તો બધું, તોયે નજર પર જીવનમાં, શંકા જાગી જાય
ધાર્યું ને ધાર્યું થાય ના બધું જીવનમાં, અણધાર્યું ને અણધાર્યું થાતું જાય
લાગે સાચને આવશે નહીં આંચ જીવનમાં, સાચની ચીસો જીવનમાં તો સંભળાય
દુઃખ દર્દ તો છે અંગ જીવનના, જીવનમાં જલદી નહીં એ આવકારાય
સત્યવાદી ભી જગમાંથી ચાલ્યા ગયા, પાપી ભી નહીં કાયમ જગમાં રહી જાય
ચાહે છે સહું હસવું તો જીવનમાં, સંજોગો ને સંજોગો જીવનમાં રડાવતા જાય
કેમ આ બધું થાય છે, શા માટે આ થાય છે, જીવનમાં જલદી નહીં એ સમજાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kēma thayuṁ, kēma banyuṁ, jīvanamāṁ jaladī nahīṁ ē samajāya, nahīṁ ē samajāya
banatuṁ nē banatuṁ jāya jīvanamāṁ ēvuṁ, mēlavavā tālāṁ ēnā, muśkēla banī jāya
banē jīvanamāṁ kyārēka ēvuṁ, dhāryuṁ dhaṇīnuṁ thāya, uddagāra ēvā nīkalī jāya
banē najara sāmē tō badhuṁ, tōyē najara para jīvanamāṁ, śaṁkā jāgī jāya
dhāryuṁ nē dhāryuṁ thāya nā badhuṁ jīvanamāṁ, aṇadhāryuṁ nē aṇadhāryuṁ thātuṁ jāya
lāgē sācanē āvaśē nahīṁ āṁca jīvanamāṁ, sācanī cīsō jīvanamāṁ tō saṁbhalāya
duḥkha darda tō chē aṁga jīvananā, jīvanamāṁ jaladī nahīṁ ē āvakārāya
satyavādī bhī jagamāṁthī cālyā gayā, pāpī bhī nahīṁ kāyama jagamāṁ rahī jāya
cāhē chē sahuṁ hasavuṁ tō jīvanamāṁ, saṁjōgō nē saṁjōgō jīvanamāṁ raḍāvatā jāya
kēma ā badhuṁ thāya chē, śā māṭē ā thāya chē, jīvanamāṁ jaladī nahīṁ ē samajāya
|