1992-03-29
1992-03-29
1992-03-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15758
હરેક ચીજનું જીવનમાં તો મૂલ્ય છે, કોઈ એમાં તો અમૂલ્ય હોય

આંકશે કિંમત કોઈ વધુ તો કોઈ ઓછી, જેવી દૃષ્ટિ જેની હોય
કોઈ ચાહે જગમાં ફરવું, કોઈ ચાહે ના ઘર છોડવું પ્રકૃતિ જેવી જેની હોય
સંજોગે સંજોગે રહે મૂલ્યો બદલાતા, જરૂરિયાત જ્યારે જેવી જેની હોય
છે જરૂરિયાત સહુની જુદી જુદી, કિંમત સહુની જુદી જુદી હોય
કોઈને લાગે એક ચીજ અણમોલ, બીજાને એ માટી સમાન હોય
ગૂંથાયા ભાવો એમાં, જેવા જેના, આંકશે કિંમત, સાચી નહીં એ હોય
મુક્ત બની ભાવોથી, આંકવી કિંમત, જગમાં દુર્લભ એ તો હોય
જુદા જુદા દૃષ્ટિબિંદુથી, અંકાશે કિંમત જુદી જુદી, એક કદી નહિ હોય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harēka cījanuṁ jīvanamāṁ tō mūlya chē, kōī ēmāṁ tō amūlya hōya
āṁkaśē kiṁmata kōī vadhu tō kōī ōchī, jēvī dr̥ṣṭi jēnī hōya
kōī cāhē jagamāṁ pharavuṁ, kōī cāhē nā ghara chōḍavuṁ prakr̥ti jēvī jēnī hōya
saṁjōgē saṁjōgē rahē mūlyō badalātā, jarūriyāta jyārē jēvī jēnī hōya
chē jarūriyāta sahunī judī judī, kiṁmata sahunī judī judī hōya
kōīnē lāgē ēka cīja aṇamōla, bījānē ē māṭī samāna hōya
gūṁthāyā bhāvō ēmāṁ, jēvā jēnā, āṁkaśē kiṁmata, sācī nahīṁ ē hōya
mukta banī bhāvōthī, āṁkavī kiṁmata, jagamāṁ durlabha ē tō hōya
judā judā dr̥ṣṭibiṁduthī, aṁkāśē kiṁmata judī judī, ēka kadī nahi hōya
|