Hymn No. 3840 | Date: 24-Apr-1992
નિઃસ્વાર્થતાના તાંતણે, હૈયાં જ્યાં હલી ગયા, નીકળ્યા ઉદ્દગાર, આશીર્વાદ બની ગયા
niḥsvārthatānā tāṁtaṇē, haiyāṁ jyāṁ halī gayā, nīkalyā uddagāra, āśīrvāda banī gayā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-04-24
1992-04-24
1992-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15827
નિઃસ્વાર્થતાના તાંતણે, હૈયાં જ્યાં હલી ગયા, નીકળ્યા ઉદ્દગાર, આશીર્વાદ બની ગયા
નિઃસ્વાર્થતાના તાંતણે, હૈયાં જ્યાં હલી ગયા, નીકળ્યા ઉદ્દગાર, આશીર્વાદ બની ગયા
નિઃસ્વાર્થના સૂર હૈયે જ્યાં નીકળ્યા, સૂર પ્રાર્થનાના એ બની ગયા
એકાગ્રતામાં મન ને ચિત્ત જ્યાં લીન બની ગયા, સમાધિના પગથિયાં એ બની ગયા
લોભ લાલચે હૈયાં જ્યાં ગૂંથાયા, સુખદુઃખના પગથિયાં ત્યાં એ બની ગયા
હર વિચાર ને આચારમાં, સ્મરણ પ્રભુના ગૂંથાઈ ગયા, પગથિયાં આનંદના એ બની ગયા
ક્રોધને વેર, હૈયેથી જ્યાં ના હટાવી શક્યો, પાપના પગથિયાં એ બની ગયા
નિરાશામાં ડૂબેલા હૈયાંને, મીઠાં બે શબ્દ મળ્યા, દિલાસાના પગથિયાં એ બની ગયા
પહેલી મુલાકાતે, હૈયામાં આકર્ષણ ઊભા થયા, પ્યારના પગથિયાં એ બની ગયા
નજરમાં ધ્યેયના આકર્ષણ જ્યાં સ્થિર રહ્યાં, શ્રદ્ધાના પગથિયાં એ બની ગયા
નિર્મળતામાં ને નિર્મળતામાં હૈયાં જ્યાં ડૂબી ગયા, પ્રભુદર્શનના પગથિયાં એ બની ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
niḥsvārthatānā tāṁtaṇē, haiyāṁ jyāṁ halī gayā, nīkalyā uddagāra, āśīrvāda banī gayā
niḥsvārthanā sūra haiyē jyāṁ nīkalyā, sūra prārthanānā ē banī gayā
ēkāgratāmāṁ mana nē citta jyāṁ līna banī gayā, samādhinā pagathiyāṁ ē banī gayā
lōbha lālacē haiyāṁ jyāṁ gūṁthāyā, sukhaduḥkhanā pagathiyāṁ tyāṁ ē banī gayā
hara vicāra nē ācāramāṁ, smaraṇa prabhunā gūṁthāī gayā, pagathiyāṁ ānaṁdanā ē banī gayā
krōdhanē vēra, haiyēthī jyāṁ nā haṭāvī śakyō, pāpanā pagathiyāṁ ē banī gayā
nirāśāmāṁ ḍūbēlā haiyāṁnē, mīṭhāṁ bē śabda malyā, dilāsānā pagathiyāṁ ē banī gayā
pahēlī mulākātē, haiyāmāṁ ākarṣaṇa ūbhā thayā, pyāranā pagathiyāṁ ē banī gayā
najaramāṁ dhyēyanā ākarṣaṇa jyāṁ sthira rahyāṁ, śraddhānā pagathiyāṁ ē banī gayā
nirmalatāmāṁ nē nirmalatāmāṁ haiyāṁ jyāṁ ḍūbī gayā, prabhudarśananā pagathiyāṁ ē banī gayā
|