1992-06-14
1992-06-14
1992-06-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15942
લખાઈ છે હરેક ચહેરા પર, ભાગ્યની તો જુદીને જુદી કહાની

છે એ તો જુદીને જુદી, ના છે એકસરખી તો કહાની
કહાનીએ કહાનીએ રંગો ને ભાતો છે જુદી, ગમે છે સહુને કહાની પોતાની
લાગે કદી એ તો મળતી-જુલતી, છે એ તો નોખનોખીતો કહાની
રહ્યા છે સહુ પીડાતા એકસરખા એમાં, છે એકસરખી ફરિયાદ પુરાણી
સુખદુઃખથી રહી છે સહુની એ તો ભરેલી, પ્રેમ વિના લાગે એ તો અધૂરી
ખાય પોરો જીવનમાં જ્યાં પોતે, પડે કાને ત્યાં તો, અન્યની કહાની ને કહાની
કદી તણાય પોતામાં, કદી અન્યમાં, તાણતી રહી છે સહુને તો કહાની
ગૂંથાઈ જાય સહુ અંદર એવા એના વિના, તો લાગે સહુને અધૂરી કહાની
જન્માવે વિવિધ ભાવો તો સહુમાં, છે કહાની વિના પણ એ તો કહાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lakhāī chē harēka cahērā para, bhāgyanī tō judīnē judī kahānī
chē ē tō judīnē judī, nā chē ēkasarakhī tō kahānī
kahānīē kahānīē raṁgō nē bhātō chē judī, gamē chē sahunē kahānī pōtānī
lāgē kadī ē tō malatī-julatī, chē ē tō nōkhanōkhītō kahānī
rahyā chē sahu pīḍātā ēkasarakhā ēmāṁ, chē ēkasarakhī phariyāda purāṇī
sukhaduḥkhathī rahī chē sahunī ē tō bharēlī, prēma vinā lāgē ē tō adhūrī
khāya pōrō jīvanamāṁ jyāṁ pōtē, paḍē kānē tyāṁ tō, anyanī kahānī nē kahānī
kadī taṇāya pōtāmāṁ, kadī anyamāṁ, tāṇatī rahī chē sahunē tō kahānī
gūṁthāī jāya sahu aṁdara ēvā ēnā vinā, tō lāgē sahunē adhūrī kahānī
janmāvē vividha bhāvō tō sahumāṁ, chē kahānī vinā paṇa ē tō kahānī
|
|