1992-06-15
1992-06-15
1992-06-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15946
મોટી મોટી વાતો કરનારાઓને, જીવનમાં માયામાં ડૂબતાને ડૂબતા દીઠાં

છે દંભ ભરેલી તો આ દુનિયા, સહુના હૈયા તો દંભથી ભરેલાં દીઠાં
ત્યાગની મોટી બડાશ હાંકનારાઓને, જીવનમાં માયા ગળે વળગાડતાં દીઠાં - છે...
શૂરવીરતાના રણશિંગા ફૂંકનારાઓને, જીવનમાં માયા સામે હાથ જોડતાં દીઠાં - છે...
જકડી રાખી શક્યા અન્યને જે જીવનમાં, વિકારોમાં એમને જકડાયેલાં દીઠાં - છે...
મુખમાં રામ, બગલમાં છૂરી, વ્યવહાર જીવનમાં, સહુના આવા તો દીઠાં - છે...
સ્વાર્થ ભરેલાં છે સહુના હૈયાં રે જીવનમાં, જીવનમાં સહુને સ્વાર્થ છુપાવતાં દીઠાં - છે...
ચોરી કરવામાં છે રચ્યાપચ્યા સહુ જીવનમાં, છીંડીએ ચડયા ચોરને પકડતા દીઠાં - છે...
સત્ય કાજેના આચરણમાં હિંમત નથી, સત્યના બણગાં ફૂંકતાને ફૂંકતા દીઠાં - છે...
છોડી ના શક્યા આદત આ જીવનની, પ્રભુને ના બાકાત એમાં રાખતાં દીઠાં - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mōṭī mōṭī vātō karanārāōnē, jīvanamāṁ māyāmāṁ ḍūbatānē ḍūbatā dīṭhāṁ
chē daṁbha bharēlī tō ā duniyā, sahunā haiyā tō daṁbhathī bharēlāṁ dīṭhāṁ
tyāganī mōṭī baḍāśa hāṁkanārāōnē, jīvanamāṁ māyā galē valagāḍatāṁ dīṭhāṁ - chē...
śūravīratānā raṇaśiṁgā phūṁkanārāōnē, jīvanamāṁ māyā sāmē hātha jōḍatāṁ dīṭhāṁ - chē...
jakaḍī rākhī śakyā anyanē jē jīvanamāṁ, vikārōmāṁ ēmanē jakaḍāyēlāṁ dīṭhāṁ - chē...
mukhamāṁ rāma, bagalamāṁ chūrī, vyavahāra jīvanamāṁ, sahunā āvā tō dīṭhāṁ - chē...
svārtha bharēlāṁ chē sahunā haiyāṁ rē jīvanamāṁ, jīvanamāṁ sahunē svārtha chupāvatāṁ dīṭhāṁ - chē...
cōrī karavāmāṁ chē racyāpacyā sahu jīvanamāṁ, chīṁḍīē caḍayā cōranē pakaḍatā dīṭhāṁ - chē...
satya kājēnā ācaraṇamāṁ hiṁmata nathī, satyanā baṇagāṁ phūṁkatānē phūṁkatā dīṭhāṁ - chē...
chōḍī nā śakyā ādata ā jīvananī, prabhunē nā bākāta ēmāṁ rākhatāṁ dīṭhāṁ - chē...
|