1992-08-11
1992-08-11
1992-08-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16091
રહે કે ના રહે, જીવન હાથમાં તો તારા
રહે કે ના રહે, જીવન હાથમાં તો તારા
ડરી ડરીને જીવન જીવન જો તું, એ જીવન તો જીવન ના હશે
મોત પહેલાં, પળે પળે રહેશે એમાં તું મરતો, ના જીવન એને તું ગણતો - એ જીવન...
ઉમંગ ને ઉત્સાહ જીવનમાં રહેશે, એને તો તું મારતોને મારતો - એ જીવન...
ખુલ્લાં મનનું હાસ્ય તારું તો જીવનમાં, એ તો ચોરી લેશે - એ જીવન...
આંખ તારી ડરને ડર રહેશે ગોતતી, ને રહેશે જીવનમાં, ડરને ડર તો જોતી - એ જીવન...
શંકાને શંકા રહેશે જાગતીને જાગતી, રહેશે ડરને ડર તો જગાડતી - એ જીવન...
જાણી ના શકશે સબંધોની મીઠાશ, ડરમાં તો જ્યાં ડૂબતો રહેશે - એ જીવન...
જાશે હિંમત ત્યાં તો તૂટી જીવનમાં, હિંમત વિના તો શું થાશે - એ જીવન...
માયામાં જ્યાં લપેટાતા જાશો, પ્રભુથી તો ત્યાં વિમુખને વિમુખ રહેશે - એ જીવન...
વિશ્વાસ વિના ના ડર તો હટશે, પ્રભુ જેવા વિશ્વાસુ બીજા ના મળશે - એ જીવન...
પ્રભુ વિનાનું તો જીવન જગમાં, જીવન એ તો જીવન ના હશે - એ જીવન...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē kē nā rahē, jīvana hāthamāṁ tō tārā
ḍarī ḍarīnē jīvana jīvana jō tuṁ, ē jīvana tō jīvana nā haśē
mōta pahēlāṁ, palē palē rahēśē ēmāṁ tuṁ maratō, nā jīvana ēnē tuṁ gaṇatō - ē jīvana...
umaṁga nē utsāha jīvanamāṁ rahēśē, ēnē tō tuṁ māratōnē māratō - ē jīvana...
khullāṁ mananuṁ hāsya tāruṁ tō jīvanamāṁ, ē tō cōrī lēśē - ē jīvana...
āṁkha tārī ḍaranē ḍara rahēśē gōtatī, nē rahēśē jīvanamāṁ, ḍaranē ḍara tō jōtī - ē jīvana...
śaṁkānē śaṁkā rahēśē jāgatīnē jāgatī, rahēśē ḍaranē ḍara tō jagāḍatī - ē jīvana...
jāṇī nā śakaśē sabaṁdhōnī mīṭhāśa, ḍaramāṁ tō jyāṁ ḍūbatō rahēśē - ē jīvana...
jāśē hiṁmata tyāṁ tō tūṭī jīvanamāṁ, hiṁmata vinā tō śuṁ thāśē - ē jīvana...
māyāmāṁ jyāṁ lapēṭātā jāśō, prabhuthī tō tyāṁ vimukhanē vimukha rahēśē - ē jīvana...
viśvāsa vinā nā ḍara tō haṭaśē, prabhu jēvā viśvāsu bījā nā malaśē - ē jīvana...
prabhu vinānuṁ tō jīvana jagamāṁ, jīvana ē tō jīvana nā haśē - ē jīvana...
|