Hymn No. 4156 | Date: 30-Aug-1992
આવ્યો તું જગમાં, જગમાં તેં જોયું ઘણું, રહ્યો તું જગમાં, જગમાં તેં શું જોયું
āvyō tuṁ jagamāṁ, jagamāṁ tēṁ jōyuṁ ghaṇuṁ, rahyō tuṁ jagamāṁ, jagamāṁ tēṁ śuṁ jōyuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-08-30
1992-08-30
1992-08-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16143
આવ્યો તું જગમાં, જગમાં તેં જોયું ઘણું, રહ્યો તું જગમાં, જગમાં તેં શું જોયું
આવ્યો તું જગમાં, જગમાં તેં જોયું ઘણું, રહ્યો તું જગમાં, જગમાં તેં શું જોયું
જોયાં તેં જગમાં તો વિશ્વાસે તરતાં, કંઈકને વિશ્વાસમાં તો ડૂબવું પડયું
પીતી રહી લોહી સહુનું માયા તો જગમાં, માયા પાછળ તોયે સહુ દોડતું રહ્યું
પ્રભુની વાતોને વાતો કરનારાને પણ, માયામાં જગમાં ડૂબ્યાં રહેવું ગમ્યું
દયાહીનોને પણ જગમાં, પ્રભુની દયાની ભીખ તો માગતાં રહેવું પડયું
રાતદિવસ મહેનત કરનારાઓને પણ, જગમાં ભાગ્યના આધારે જીવવું પડયું
અજ્ઞાનીઓ પાસે જીવનમાં, જ્ઞાનીઓએ પણ મસ્તક તો નમાવવું પડયું
સાચના તેજ તો ઝંખવાતા દીઠાં, જૂઠના તેજે તો સહુ અંજાતું રહ્યું
માનવ તો માનવતા ખોતો રહ્યો, માનવ તો ખાલી પ્રાણી બની ગયું
ધર્માચરણ ગયા સહુ તો વીસરી, અધર્મનું તેજ જીવનમાં વધતું ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyō tuṁ jagamāṁ, jagamāṁ tēṁ jōyuṁ ghaṇuṁ, rahyō tuṁ jagamāṁ, jagamāṁ tēṁ śuṁ jōyuṁ
jōyāṁ tēṁ jagamāṁ tō viśvāsē taratāṁ, kaṁīkanē viśvāsamāṁ tō ḍūbavuṁ paḍayuṁ
pītī rahī lōhī sahunuṁ māyā tō jagamāṁ, māyā pāchala tōyē sahu dōḍatuṁ rahyuṁ
prabhunī vātōnē vātō karanārānē paṇa, māyāmāṁ jagamāṁ ḍūbyāṁ rahēvuṁ gamyuṁ
dayāhīnōnē paṇa jagamāṁ, prabhunī dayānī bhīkha tō māgatāṁ rahēvuṁ paḍayuṁ
rātadivasa mahēnata karanārāōnē paṇa, jagamāṁ bhāgyanā ādhārē jīvavuṁ paḍayuṁ
ajñānīō pāsē jīvanamāṁ, jñānīōē paṇa mastaka tō namāvavuṁ paḍayuṁ
sācanā tēja tō jhaṁkhavātā dīṭhāṁ, jūṭhanā tējē tō sahu aṁjātuṁ rahyuṁ
mānava tō mānavatā khōtō rahyō, mānava tō khālī prāṇī banī gayuṁ
dharmācaraṇa gayā sahu tō vīsarī, adharmanuṁ tēja jīvanamāṁ vadhatuṁ gayuṁ
|