1992-09-22
1992-09-22
1992-09-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16215
છે શાસ્ત્રો જીવનમાં તો તારી પાસ, વાપરવા તો છે તારે હાથ
છે શાસ્ત્રો જીવનમાં તો તારી પાસ, વાપરવા તો છે તારે હાથ,
તું ગભરાય શાને, તું ગભરાય શાને
છે બુદ્ધિ તો જ્યાં તારી પાસ, વાપરવી એને તો છે તારે હાથ, તું ગભરાય... છે હૈયું તો જ્યાં તારી પાસ, જગાવવા ભાવ તો છે તારે હાથ, તું ગભરાય... છે લાગણી તો તારી પાસ, રાખવી તો છે તારે હાથ, તું ગભરાય...
છે દૃષ્ટિ તો તારી પાસ, જોવું શું ને કેવું છે તારે હાથ, તું ગભરાય ...
છે પ્રેમ તો તારી પાસ, વાળવો ક્યાં છે તારે હાથ, તું ગભરાય ...
છે સમજણભર્યો વિવેક તારી પાસ, વાપરવો તો છે તારે હાથ, તું ગભરાય...
છે હાથ પગ તો તારી પાસ, કરવા કર્મ તો છે તારે હાથ, તું ગભરાય ...
છે સંકલ્પશક્તિ તારી પાસ, કરવા કેવાં છે તારે હાથ, તું ગભરાય...
છે જીવનનું ધ્યેય તારી પાસ, પહોંચવું તો છે તારે હાથ, તું ગભરાય...
છે શ્વાસોભર્યું જીવન તારી પાસ, જીવવું કેમ ને કેવું છે તારે હાથ, તું ગભરાય...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē śāstrō jīvanamāṁ tō tārī pāsa, vāparavā tō chē tārē hātha,
tuṁ gabharāya śānē, tuṁ gabharāya śānē
chē buddhi tō jyāṁ tārī pāsa, vāparavī ēnē tō chē tārē hātha, tuṁ gabharāya... chē haiyuṁ tō jyāṁ tārī pāsa, jagāvavā bhāva tō chē tārē hātha, tuṁ gabharāya... chē lāgaṇī tō tārī pāsa, rākhavī tō chē tārē hātha, tuṁ gabharāya...
chē dr̥ṣṭi tō tārī pāsa, jōvuṁ śuṁ nē kēvuṁ chē tārē hātha, tuṁ gabharāya ...
chē prēma tō tārī pāsa, vālavō kyāṁ chē tārē hātha, tuṁ gabharāya ...
chē samajaṇabharyō vivēka tārī pāsa, vāparavō tō chē tārē hātha, tuṁ gabharāya...
chē hātha paga tō tārī pāsa, karavā karma tō chē tārē hātha, tuṁ gabharāya ...
chē saṁkalpaśakti tārī pāsa, karavā kēvāṁ chē tārē hātha, tuṁ gabharāya...
chē jīvananuṁ dhyēya tārī pāsa, pahōṁcavuṁ tō chē tārē hātha, tuṁ gabharāya...
chē śvāsōbharyuṁ jīvana tārī pāsa, jīvavuṁ kēma nē kēvuṁ chē tārē hātha, tuṁ gabharāya...
|