1992-11-17
1992-11-17
1992-11-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16327
મનડુંને તનડું તો છે તારું ને તારું, કરવું એનું શું
મનડુંને તનડું તો છે તારું ને તારું, કરવું એનું શું,
કેમ અને ક્યારે વિચારવાનું છે એ તારે ને તારે
રહેશે, રાખીશ કાબૂમાં જીવનમાં એને તો તું,
રહ્યો કહેતો ને કહેતો તો તું, શાને મોટા ઉપાડે
મેળવી ના શક્યો કાબૂ એના ઉપર તું જીવનમાં,
વિચારવાનું છે એ તો તારે ને તારે
તનડાંના રોગની કરી તેં દવા, બન્યું એ રોગી જ્યારે,
તારા મનડાંના રોગ તને કેમ ના દેખાયે
કરે રોગ હેરાન જીવનમાં તો તને, જાણી,
પડશે કરવી દવા એની તો તારે ને તારે
છે મનડાંને તનડાં જ્યાં તારા ને તારા,
પડશે ઉઠાવવી જવાબદારી એની તો તારે ને તારે
કરશે ખોટું જ્યાં મનડું કે તનડું તારું,
કેમ કરી જીવનમાં એમાંથી તારે તો છટકાશે
કેવું રાખવું જીવનમાં તો એને,
પડશે વિચારવું જીવનમાં એ તો તારે ને તારે
લાવશે જીવનમાં કદી દુઃખ કદી સુખ એ તો,
રાખ્યું હશે જેવું એને તેં તો જ્યારે
કાઢતો ના દોષ એમાં તું કોઈનો,
છે જ્યાં માલિક એનો તું જ્યારે ને જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મનડુંને તનડું તો છે તારું ને તારું, કરવું એનું શું,
કેમ અને ક્યારે વિચારવાનું છે એ તારે ને તારે
રહેશે, રાખીશ કાબૂમાં જીવનમાં એને તો તું,
રહ્યો કહેતો ને કહેતો તો તું, શાને મોટા ઉપાડે
મેળવી ના શક્યો કાબૂ એના ઉપર તું જીવનમાં,
વિચારવાનું છે એ તો તારે ને તારે
તનડાંના રોગની કરી તેં દવા, બન્યું એ રોગી જ્યારે,
તારા મનડાંના રોગ તને કેમ ના દેખાયે
કરે રોગ હેરાન જીવનમાં તો તને, જાણી,
પડશે કરવી દવા એની તો તારે ને તારે
છે મનડાંને તનડાં જ્યાં તારા ને તારા,
પડશે ઉઠાવવી જવાબદારી એની તો તારે ને તારે
કરશે ખોટું જ્યાં મનડું કે તનડું તારું,
કેમ કરી જીવનમાં એમાંથી તારે તો છટકાશે
કેવું રાખવું જીવનમાં તો એને,
પડશે વિચારવું જીવનમાં એ તો તારે ને તારે
લાવશે જીવનમાં કદી દુઃખ કદી સુખ એ તો,
રાખ્યું હશે જેવું એને તેં તો જ્યારે
કાઢતો ના દોષ એમાં તું કોઈનો,
છે જ્યાં માલિક એનો તું જ્યારે ને જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manaḍuṁnē tanaḍuṁ tō chē tāruṁ nē tāruṁ, karavuṁ ēnuṁ śuṁ,
kēma anē kyārē vicāravānuṁ chē ē tārē nē tārē
rahēśē, rākhīśa kābūmāṁ jīvanamāṁ ēnē tō tuṁ,
rahyō kahētō nē kahētō tō tuṁ, śānē mōṭā upāḍē
mēlavī nā śakyō kābū ēnā upara tuṁ jīvanamāṁ,
vicāravānuṁ chē ē tō tārē nē tārē
tanaḍāṁnā rōganī karī tēṁ davā, banyuṁ ē rōgī jyārē,
tārā manaḍāṁnā rōga tanē kēma nā dēkhāyē
karē rōga hērāna jīvanamāṁ tō tanē, jāṇī,
paḍaśē karavī davā ēnī tō tārē nē tārē
chē manaḍāṁnē tanaḍāṁ jyāṁ tārā nē tārā,
paḍaśē uṭhāvavī javābadārī ēnī tō tārē nē tārē
karaśē khōṭuṁ jyāṁ manaḍuṁ kē tanaḍuṁ tāruṁ,
kēma karī jīvanamāṁ ēmāṁthī tārē tō chaṭakāśē
kēvuṁ rākhavuṁ jīvanamāṁ tō ēnē,
paḍaśē vicāravuṁ jīvanamāṁ ē tō tārē nē tārē
lāvaśē jīvanamāṁ kadī duḥkha kadī sukha ē tō,
rākhyuṁ haśē jēvuṁ ēnē tēṁ tō jyārē
kāḍhatō nā dōṣa ēmāṁ tuṁ kōīnō,
chē jyāṁ mālika ēnō tuṁ jyārē nē jyārē
|