1992-12-04
1992-12-04
1992-12-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16368
જોઈએ ના રે પ્રભુ, મને સંપત્તિ રે એવી, જીવનમાં તો જે આવેને જાયે

આવેને જાયે રે એ તો પ્રભુ, તને મારાથી તો દૂરને દૂર કરતી જાયે
અહં ને અભિમાન ના દેજે તું હૈયે, જીવનમાં તને તો જે દૂર કરતો ને કરતો જાયે
દેતો રહેજે ને ભરતો રહેજે પ્રેમ તું ભરપૂર, સહુને ને તને એ તો સત્કારે
ભરી દેજે હૈયું મારું તું અપાર કરુંણાથી, જગને તો એ કરુણાથી નીહાળે
દેજે ના કામ વાસના નજરમાં ને હૈયાંમાં ભરી, જીવનમાં તો જે વિચલિત બનાવે
મારું તારું ના હૈયે મારા, તું રહેવા દેજે, હૈયાંને તો જે કુંઠિતને કુંઠિત બનાવે
સુખ દેજે તો તું એવું તો દેજે, જગમાં તો જે સહુની સાથે વહેંચી શકાયે
દેજે જ્ઞાન ને ધર્મની સંપત્તિ તું એવી, હૈયેથી મારા ભેદ તો બધા હટાવે
દુઃખ દર્દથી થાઊં ના જીવનમાં વિચલિત, સહનશક્તિ હૈયાંમાં એવી તું આપજે
નજરેનજરમાં તો મારી, વસજે તું રે પ્રભુ, હૈયે તો મારા, આસન તારું સ્થાપજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōīē nā rē prabhu, manē saṁpatti rē ēvī, jīvanamāṁ tō jē āvēnē jāyē
āvēnē jāyē rē ē tō prabhu, tanē mārāthī tō dūranē dūra karatī jāyē
ahaṁ nē abhimāna nā dējē tuṁ haiyē, jīvanamāṁ tanē tō jē dūra karatō nē karatō jāyē
dētō rahējē nē bharatō rahējē prēma tuṁ bharapūra, sahunē nē tanē ē tō satkārē
bharī dējē haiyuṁ māruṁ tuṁ apāra karuṁṇāthī, jaganē tō ē karuṇāthī nīhālē
dējē nā kāma vāsanā najaramāṁ nē haiyāṁmāṁ bharī, jīvanamāṁ tō jē vicalita banāvē
māruṁ tāruṁ nā haiyē mārā, tuṁ rahēvā dējē, haiyāṁnē tō jē kuṁṭhitanē kuṁṭhita banāvē
sukha dējē tō tuṁ ēvuṁ tō dējē, jagamāṁ tō jē sahunī sāthē vahēṁcī śakāyē
dējē jñāna nē dharmanī saṁpatti tuṁ ēvī, haiyēthī mārā bhēda tō badhā haṭāvē
duḥkha dardathī thāūṁ nā jīvanamāṁ vicalita, sahanaśakti haiyāṁmāṁ ēvī tuṁ āpajē
najarēnajaramāṁ tō mārī, vasajē tuṁ rē prabhu, haiyē tō mārā, āsana tāruṁ sthāpajē
|