Hymn No. 4427 | Date: 19-Dec-1992
દીધું છે જગમાં સહુને તો જેણે, સમજી સમજીને, ખ્યાલ તારો, રાખ્યા વિના ના એ રહેશે
dīdhuṁ chē jagamāṁ sahunē tō jēṇē, samajī samajīnē, khyāla tārō, rākhyā vinā nā ē rahēśē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-12-19
1992-12-19
1992-12-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16414
દીધું છે જગમાં સહુને તો જેણે, સમજી સમજીને, ખ્યાલ તારો, રાખ્યા વિના ના એ રહેશે
દીધું છે જગમાં સહુને તો જેણે, સમજી સમજીને, ખ્યાલ તારો, રાખ્યા વિના ના એ રહેશે
નવનવ માસ કરી ગર્ભમાં રક્ષા સહુની, જગમાં તારી રક્ષા કર્યા વિના ના એ તો રહેશે
છે જવાબદારી તો જગની તો જેના શિરે, પૂરી કર્યા વિના તો, ના એ તો રહેશે
રહ્યાં છે જગને ચલાવતા તો એ સુંદર રીતે, તારું પણ સારી રીતે, ચલાવ્યા વિના ના રહેશે
કહ્યાં વિના તો કરે છે, જે જગમાં તો બધું, કાંઈ એને કહેવાની જરૂર તો ના રહેશે
કરતા રહ્યાં છે જગમાં એ તો સહુના કાજે, તારા માટે પણ કર્યા વિના ના એ તો રહેશે
દિનરાત રાખે છે ધ્યાન જગમાં એ સહુનું, તારું ધ્યાન રાખ્યા વિના ના એ તો રહેશે
દીધું છે જગમાં તો તેં શું એને, રહ્યાં છે દેતા ને દેતા એ તો તને, એ તો દેતા ને દેતા રહેશે
છુપાવી ના શકીશ જગમાં કાંઈ તો તું એનાથી, જગના ખૂણે ખૂણે જાણ્યા વિના ના એ રહેશે
રહેવા તો દે રક્ષણ વિના જગમાં એ તો કોઈને, એના આધાર વિનાનો જગમાં ના કોઈ રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhuṁ chē jagamāṁ sahunē tō jēṇē, samajī samajīnē, khyāla tārō, rākhyā vinā nā ē rahēśē
navanava māsa karī garbhamāṁ rakṣā sahunī, jagamāṁ tārī rakṣā karyā vinā nā ē tō rahēśē
chē javābadārī tō jaganī tō jēnā śirē, pūrī karyā vinā tō, nā ē tō rahēśē
rahyāṁ chē jaganē calāvatā tō ē suṁdara rītē, tāruṁ paṇa sārī rītē, calāvyā vinā nā rahēśē
kahyāṁ vinā tō karē chē, jē jagamāṁ tō badhuṁ, kāṁī ēnē kahēvānī jarūra tō nā rahēśē
karatā rahyāṁ chē jagamāṁ ē tō sahunā kājē, tārā māṭē paṇa karyā vinā nā ē tō rahēśē
dinarāta rākhē chē dhyāna jagamāṁ ē sahunuṁ, tāruṁ dhyāna rākhyā vinā nā ē tō rahēśē
dīdhuṁ chē jagamāṁ tō tēṁ śuṁ ēnē, rahyāṁ chē dētā nē dētā ē tō tanē, ē tō dētā nē dētā rahēśē
chupāvī nā śakīśa jagamāṁ kāṁī tō tuṁ ēnāthī, jaganā khūṇē khūṇē jāṇyā vinā nā ē rahēśē
rahēvā tō dē rakṣaṇa vinā jagamāṁ ē tō kōīnē, ēnā ādhāra vinānō jagamāṁ nā kōī rahēśē
|