Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6542 | Date: 07-Jan-1997
ભલે થયું, એ ભલે થયું, ભલે થયું, રાતદિવસની મહેનત પર પાણી ફરી વળ્યું
Bhalē thayuṁ, ē bhalē thayuṁ, bhalē thayuṁ, rātadivasanī mahēnata para pāṇī pharī valyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6542 | Date: 07-Jan-1997

ભલે થયું, એ ભલે થયું, ભલે થયું, રાતદિવસની મહેનત પર પાણી ફરી વળ્યું

  No Audio

bhalē thayuṁ, ē bhalē thayuṁ, bhalē thayuṁ, rātadivasanī mahēnata para pāṇī pharī valyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-01-07 1997-01-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16529 ભલે થયું, એ ભલે થયું, ભલે થયું, રાતદિવસની મહેનત પર પાણી ફરી વળ્યું ભલે થયું, એ ભલે થયું, ભલે થયું, રાતદિવસની મહેનત પર પાણી ફરી વળ્યું

મન જ્યાં બેદરકારીમાં રાચી રહ્યું, બેદરકારીનું ફળ તો, એને ત્યાં મળી ગયું

સદ્વર્તનની સીડી તો જ્યાં ચૂકી ગયાં, દ્વાર પતનનું તો ત્યાં, એમાં ખૂલી ગયું

પ્રભુના પ્રેમનાં અંકોડા, ઢીલા એ કરી ગયું, હૈયું જ્યાં કારમા ઘા ઝીલી ના શક્યું

કામ સારી રીતે પૂરું ના થઈ શક્યું, જ્યાં ધ્યાન બીજેને બીજે તો જાતું રહ્યું

વિશ્વાસનું વ્હાણ જીવનમાં તો ડૂબી ગયું, જ્યાં શંકાઓ છિદ્ર એમાં તો પાડી ગયું

જીવનમાં બનાવોને તો ના પહોંચી શકાયું, ધારણા બહાર જીવનમાં જ્યારે બનતું રહ્યું

ખોટાને ખોટા રહ્યાં કાર્યો કરતા, માનતા રહ્યાં જ્યાં એને સાચા, દુઃખ ઊભું એ કરી ગયું

ઉલટુંને ઉલટું જીવનમાં તો બનતું રહ્યું, જીવનમાં તો જ્યાં ભાગ્યે પોત પ્રકાશ્યું

પ્રભુ દર્શનમાં તો મોડું ને મોડું થયું, જ્યાં દિલથી આવરણ માયાનું ના હટયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhalē thayuṁ, ē bhalē thayuṁ, bhalē thayuṁ, rātadivasanī mahēnata para pāṇī pharī valyuṁ

mana jyāṁ bēdarakārīmāṁ rācī rahyuṁ, bēdarakārīnuṁ phala tō, ēnē tyāṁ malī gayuṁ

sadvartananī sīḍī tō jyāṁ cūkī gayāṁ, dvāra patananuṁ tō tyāṁ, ēmāṁ khūlī gayuṁ

prabhunā prēmanāṁ aṁkōḍā, ḍhīlā ē karī gayuṁ, haiyuṁ jyāṁ kāramā ghā jhīlī nā śakyuṁ

kāma sārī rītē pūruṁ nā thaī śakyuṁ, jyāṁ dhyāna bījēnē bījē tō jātuṁ rahyuṁ

viśvāsanuṁ vhāṇa jīvanamāṁ tō ḍūbī gayuṁ, jyāṁ śaṁkāō chidra ēmāṁ tō pāḍī gayuṁ

jīvanamāṁ banāvōnē tō nā pahōṁcī śakāyuṁ, dhāraṇā bahāra jīvanamāṁ jyārē banatuṁ rahyuṁ

khōṭānē khōṭā rahyāṁ kāryō karatā, mānatā rahyāṁ jyāṁ ēnē sācā, duḥkha ūbhuṁ ē karī gayuṁ

ulaṭuṁnē ulaṭuṁ jīvanamāṁ tō banatuṁ rahyuṁ, jīvanamāṁ tō jyāṁ bhāgyē pōta prakāśyuṁ

prabhu darśanamāṁ tō mōḍuṁ nē mōḍuṁ thayuṁ, jyāṁ dilathī āvaraṇa māyānuṁ nā haṭayuṁ
Scan Image

Gujarati Bhajan no. 6542 by Satguru Devendra Ghia - Kaka
First...653865396540...Last