|
View Original |
|
સાદ પાડી `મા' તું બોલાવ
આવવું છે `મા' તારી પાસે
અંતરનાં ચક્ષુ તું ખોલાવ
આવવું છે `મા' તારી પાસે
નથી તૈયારી મેં તો કંઈ કીધી
તારી પાસે આવવા હઠ મેં તો લીધી
જગતની જંજાળ, સર્વે તું છોડાવ
આવવું છે `મા' તારી પાસે
દિન પર દિન વિતાવવા
લાગે છે ઘણા આકરા
ઊના-ઊના શ્વાસો ના લેવડાવ
આવવું છે `મા' તારી પાસે
તારાં દર્શન વિના `મા'
ચેન નથી પડતું ક્યાંય
હવે `મા' વધુ ના રડાવ
આવવું છે `મા' તારી પાસે
ઝંખના આ સદાય `મા'
તારા બાળકે કરી છે
તારો પ્રેમાળ હાથ માથે ફેરાવ
આવવું છે `મા' તારી પાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)