1997-03-23
1997-03-23
1997-03-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16678
માનવ તન જન્મ્યું છે માટીમાંથી, મેળવે છે ખોરાક એ માટીમાંથી

જીવનમાં તોયે માનવી, માટી ખાઈ શક્તો નથી, માટી પચાવી શક્તો નથી
સંકળાયેલું છે જીવન માટી સાથે, અને માટીમાં આવ્યા વિના રહેવાનો નથી
માટીને ભૂલી શક્તો નથી, ક્યારેક માટી પગો બન્યા વિના રહેતો નથી
સાંકળી કંઈક કહેવતો માટી સાથે, સંબંધ એનો તો એ ભૂલ્યો નથી
રહ્યો સદા ઋણી એ માટીનો, માટી વૈભવ દીધા વિના રહી નથી
નગુણો માનવ, વ્યર્થ પ્રયત્નોને, માટી સાથે સરખાવ્યા વિના રહ્યો નથી
મેળવ્યા ઇંટ પત્થરો માટીમાંથી, રચી મહેલાતો, માટી સહકાર દીધા વિના રહી નથી
છે અંતિમ આરામગાહ એના માટીમાં, ઓઢશે અંતિમ ઓઢણું માટીમાંથી
મેળવે છે જીવનમાં બધું એ માટીમાંથી, તોયે કિંમત માટીની સમજાતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānava tana janmyuṁ chē māṭīmāṁthī, mēlavē chē khōrāka ē māṭīmāṁthī
jīvanamāṁ tōyē mānavī, māṭī khāī śaktō nathī, māṭī pacāvī śaktō nathī
saṁkalāyēluṁ chē jīvana māṭī sāthē, anē māṭīmāṁ āvyā vinā rahēvānō nathī
māṭīnē bhūlī śaktō nathī, kyārēka māṭī pagō banyā vinā rahētō nathī
sāṁkalī kaṁīka kahēvatō māṭī sāthē, saṁbaṁdha ēnō tō ē bhūlyō nathī
rahyō sadā r̥ṇī ē māṭīnō, māṭī vaibhava dīdhā vinā rahī nathī
naguṇō mānava, vyartha prayatnōnē, māṭī sāthē sarakhāvyā vinā rahyō nathī
mēlavyā iṁṭa paththarō māṭīmāṁthī, racī mahēlātō, māṭī sahakāra dīdhā vinā rahī nathī
chē aṁtima ārāmagāha ēnā māṭīmāṁ, ōḍhaśē aṁtima ōḍhaṇuṁ māṭīmāṁthī
mēlavē chē jīvanamāṁ badhuṁ ē māṭīmāṁthī, tōyē kiṁmata māṭīnī samajātō nathī
|