Hymn No. 6770 | Date: 10-May-1997
અચરજ અચરજ શું કરે છે તું જગમાં, તારા જીવન જેવું, અચરજ બીજું તને ના મળશે
acaraja acaraja śuṁ karē chē tuṁ jagamāṁ, tārā jīvana jēvuṁ, acaraja bījuṁ tanē nā malaśē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-05-10
1997-05-10
1997-05-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16757
અચરજ અચરજ શું કરે છે તું જગમાં, તારા જીવન જેવું, અચરજ બીજું તને ના મળશે
અચરજ અચરજ શું કરે છે તું જગમાં, તારા જીવન જેવું, અચરજ બીજું તને ના મળશે
વિચાર કર્યા તેં તો ઘણા, રાખ્યા આચરણ વિના અધૂરા, જીવનમાં આનાથી અચરજ બીજું શું મળશે
માનવ તન દઈને, નાંખ્યો પ્રભુએ માનવને અચરજમાં, મણો ને મણો રહે ખાતા વજન ના તોયે વધે
કરશે શું ને કહેશે શું, ના ખુદને તો એની ખબર છે, જગમાં આનાથી અચરજ બીજું ના મળે છે
ચાર પગવાળા પાસેથી કામ લઈ, બે પગવાળો જીતતો આવ્યો છે, જગમાં આ તો મોટું અચરજ છે
કરતોને કરતો રહ્યો કામ માનવ ઘણા, જીવનમાં તોયે એ તો, ત્યાંનો ત્યાં તો રહ્યો છે
જળ તો માટીને પત્થર પરથી વહે છે, તોયે નિર્મળ એતો રહે, અચરજ એ તો પમાડે છે
માનવ તન વધે છે, ખોરાક પાણી લેતું રહે છે, ના ખોરાક પાણી માનવ તન રચે છે એ અચરજ થોડું છે
માનવ તનમાં મગજ નાનું છે નિર્ણય તો એ લે છે, તન હુકમ પાળે છે અચરજ એ તો થોડું છે
ખુદ પ્રભુ તો અચરજભર્યા છે, વ્યાપ્યા છે જગમાં, જગમાં જ્યાં જુઓ અચરજ ભર્યું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
acaraja acaraja śuṁ karē chē tuṁ jagamāṁ, tārā jīvana jēvuṁ, acaraja bījuṁ tanē nā malaśē
vicāra karyā tēṁ tō ghaṇā, rākhyā ācaraṇa vinā adhūrā, jīvanamāṁ ānāthī acaraja bījuṁ śuṁ malaśē
mānava tana daīnē, nāṁkhyō prabhuē mānavanē acarajamāṁ, maṇō nē maṇō rahē khātā vajana nā tōyē vadhē
karaśē śuṁ nē kahēśē śuṁ, nā khudanē tō ēnī khabara chē, jagamāṁ ānāthī acaraja bījuṁ nā malē chē
cāra pagavālā pāsēthī kāma laī, bē pagavālō jītatō āvyō chē, jagamāṁ ā tō mōṭuṁ acaraja chē
karatōnē karatō rahyō kāma mānava ghaṇā, jīvanamāṁ tōyē ē tō, tyāṁnō tyāṁ tō rahyō chē
jala tō māṭīnē paththara parathī vahē chē, tōyē nirmala ētō rahē, acaraja ē tō pamāḍē chē
mānava tana vadhē chē, khōrāka pāṇī lētuṁ rahē chē, nā khōrāka pāṇī mānava tana racē chē ē acaraja thōḍuṁ chē
mānava tanamāṁ magaja nānuṁ chē nirṇaya tō ē lē chē, tana hukama pālē chē acaraja ē tō thōḍuṁ chē
khuda prabhu tō acarajabharyā chē, vyāpyā chē jagamāṁ, jagamāṁ jyāṁ juō acaraja bharyuṁ chē
|