1997-06-09
1997-06-09
1997-06-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16804
અંતર તારું જેને ના જાણે, બીજા એ જાણે, એવું તો કેમ ચાલે

અન્ય સાથે છે સબંધ તારા કેવા, જગ સારું એ તો જાણે
વાત તારી ફેલાય જગના ખૂણે ખૂણે, જો તું એ તો ના જાણે
રહે જે પાસેને પાસે ને સાથેને સાથે, ધ્યાન સદા તારું જે રાખે
પ્રેમની બંસરી વાગે જગમાં, જગ સારું એ સાંભળે, તું ના જો એ સાંભળે
હારજિતની બાજી ચાલે છે જગમાં, તું જીત્યો કે હાર્યો જગ એ તો જાણે
વાત જાય એવી જો બની, જગ જાય એને જાણી, અંતરને ખબર એની ના પડી
મનના ઉપાડા મનમાં જાગ્યા, અસર જીવન પર એની તો પડી
મનના થાકની અસર, તન બદને તો ઝીલી, જગ એને તો જોઈ શકી
પ્રેમની દુનિયા તારી, નજરથી તો જાહેર બની, અંતરે તો સાક્ષી એની પૂરી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁtara tāruṁ jēnē nā jāṇē, bījā ē jāṇē, ēvuṁ tō kēma cālē
anya sāthē chē sabaṁdha tārā kēvā, jaga sāruṁ ē tō jāṇē
vāta tārī phēlāya jaganā khūṇē khūṇē, jō tuṁ ē tō nā jāṇē
rahē jē pāsēnē pāsē nē sāthēnē sāthē, dhyāna sadā tāruṁ jē rākhē
prēmanī baṁsarī vāgē jagamāṁ, jaga sāruṁ ē sāṁbhalē, tuṁ nā jō ē sāṁbhalē
hārajitanī bājī cālē chē jagamāṁ, tuṁ jītyō kē hāryō jaga ē tō jāṇē
vāta jāya ēvī jō banī, jaga jāya ēnē jāṇī, aṁtaranē khabara ēnī nā paḍī
mananā upāḍā manamāṁ jāgyā, asara jīvana para ēnī tō paḍī
mananā thākanī asara, tana badanē tō jhīlī, jaga ēnē tō jōī śakī
prēmanī duniyā tārī, najarathī tō jāhēra banī, aṁtarē tō sākṣī ēnī pūrī
|