|
View Original |
|
અમૃત ભરેલો જામ છે હાથમાં તારા
કેમ તું એ ઢોળી નાખે
માનવ તન અણમોલ મળ્યું છે તને
કેમ તું એને વેડફી નાખે
શ્વાસેશ્વાસ મળ્યા છે બંધન તોડવા તારા
કેમ તું એ વેડફી નાખે
પુણ્યની મૂડી લઈને આવ્યો છે તારી
કેમ તું એ ખોટી ખર્ચી નાખે
ભેદભાવભરી દૃષ્ટિમાં તારી
કેમ તું પ્રભુદર્શન રોકી રાખે
પ્રેમને હૈયામાંથી કાઢીને તારા
કેમ તું હૈયે વેર ભરી રાખે
અસંતોષ હૈયે ભરીને ખૂબ તારા
કેમ તું અશાંતિ નોતરી રાખે
કામ-ક્રોધમાં હૈયું ડુબાવીને તારું
કેમ તું પ્રભુને દૂર રાખે
દયા-ધર્મ હૈયેથી કાઢીને તારા
કેમ તું બંધન બાંધી રાખે
પ્રભુસ્મરણથી હૈયું ભરી દે તારું
એ મોક્ષનાં દ્વાર ખુલ્લાં કરી નાખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)