|
View Original |
|
તારા હૈયાના ઘા, તારી કથા કહી જાય છે
તારી વાતોમાં, તારા ભાવના પડઘા સંભળાય છે
તારી આંખનાં આંસુમાં, હૈયાના ભાવો ઊભરાય છે
તારા મુખ પર, વિચારોનાં વર્તુળ અંકાય છે
તારી ચાલમાં, ધીરતા-અધીરતાની નિશાની દેખાય છે
તારા મુખ પર સુખદુઃખની છાયા લહેરાય છે
આવતાંની સાથે તું આખો ને આખો વંચાઈ જાય છે
છતાં છૂપું રાખવાના પ્રયત્નો, તારા નવ રોકાય છે
પ્રભુ સદા રહે છે સાથે, તું સદા મપાઈ જાય છે
બાલિશતા છોડી, હવે ક્યારે તું પ્રભુમાં સમાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)