|
View Original |
|
લોભ-મોહમાં જ્યાં અંધ બન્યો તું
રસ્તો તને જડશે ના
કામ-ક્રોધમાં જ્યાં વિવેક ચૂક્યો તું
રસ્તો તને સૂઝશે ના
અહંકારમાં જ્યાં ડૂબ્યો છે તું
રસ્તો સાચો મળશે ના
વેરથી હૈયું જ્યાં છલકે છે તારું
રસ્તો સાચો જડશે ના
મદમાં જ્યાં હૈયું સદા ડૂબ્યું છે તારું
રસ્તો સાચો મળશે ના
અન્યના દુઃખે હૃદય દ્રવ્યું ના તારું
રસ્તે સાથી મળશે ના
માયામાં જ્યાં અટવાયો છે તું
રસ્તો સાચો જડશે ના
નિરાશામાં જ્યાં ડૂબ્યો છે તું
રસ્તો સાચો સૂઝશે ના
હૈયું પ્રભુપ્રેમથી દૂર રહ્યું છે તારું
પ્રભુદર્શન થાશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)