2000-03-11
2000-03-11
2000-03-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17452
રડતા જીવશો કે હસતા જીવશો, પડશે એક દિવસ તો જગ છોડી જવાનું

માન્યું તનડાને ઘર તારું, બાંધી માયા એની, છોડતા એને દુઃખ તો લાગવાનું
લાવ્યા બાંધી કર્મોનું પોટલું, કર્યાં કર્મો જેવાં, મળશે એનું એવું તો નજરાણું
માર્યા ઘા કર્મોએ તો ઘણા, રહ્યા ના અજાણ્યા, વર્તન તોય ના સુધાર્યું
લાવ્યા કર્મો લઈ જશો કર્મો, કર્મો થકી આવાગમન તો પાછું એમાં થવાનું
છોડીશ માયા જ્યાં જગની, બંધન કર્મોનું તો એમાં તો એનું નથી નડવાનું
પરિસ્થિતિ આવે કે જાગે જગમાં, નથી વિચલિત એમાં તો કાંઈ થવાનું
વિશ્વાસે વિશ્વાસે તો રાખજે હૈયું ભરેલું, એના વિના ખાલી નથી રહેવા દેવાનું
આવે તકલીફ કે હોય શાંતિ જીવનમાં, નથી વિચલિત એમાં તો થવાનું
ઉપાધિઓ તો જીવનમાં આવવાની ને જવાની, ઊંચાનીચા એમાં નથી થઈ જવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
raḍatā jīvaśō kē hasatā jīvaśō, paḍaśē ēka divasa tō jaga chōḍī javānuṁ
mānyuṁ tanaḍānē ghara tāruṁ, bāṁdhī māyā ēnī, chōḍatā ēnē duḥkha tō lāgavānuṁ
lāvyā bāṁdhī karmōnuṁ pōṭaluṁ, karyāṁ karmō jēvāṁ, malaśē ēnuṁ ēvuṁ tō najarāṇuṁ
māryā ghā karmōē tō ghaṇā, rahyā nā ajāṇyā, vartana tōya nā sudhāryuṁ
lāvyā karmō laī jaśō karmō, karmō thakī āvāgamana tō pāchuṁ ēmāṁ thavānuṁ
chōḍīśa māyā jyāṁ jaganī, baṁdhana karmōnuṁ tō ēmāṁ tō ēnuṁ nathī naḍavānuṁ
paristhiti āvē kē jāgē jagamāṁ, nathī vicalita ēmāṁ tō kāṁī thavānuṁ
viśvāsē viśvāsē tō rākhajē haiyuṁ bharēluṁ, ēnā vinā khālī nathī rahēvā dēvānuṁ
āvē takalīpha kē hōya śāṁti jīvanamāṁ, nathī vicalita ēmāṁ tō thavānuṁ
upādhiō tō jīvanamāṁ āvavānī nē javānī, ūṁcānīcā ēmāṁ nathī thaī javānuṁ
|