|
View Original |
|
ક્ષણે ક્ષણે ને પળેપળે, ઊછળે ભાવો તો હૈયાંમાં
પડશે જીવનમાં એને તો કાબૂમાં લેવા
સમજાય ના જીવનમાં આવ્યા કે ના આવ્યા એ કાબૂમાં
રહી ઊછળતી વૃત્તિઓ જીવનમાં, સદા તો મનમાં
કરી કોશિશો નાથવા સદા એને તો જીવનમાં
સમજાયું ના મળ્યો કેટલો કાબૂ એમાં તો જીવનમાં
રહી સતાવતી સદા ઇચ્છાઓ તો જીવનમાં
પડશે કોશિશો કરવી એના ઉપર બંધ બાંધવા
સમજાયું ના, શમી કે ના શમી એ તો જીવનમાં
અસંતોષે ઘેરાયેલું રહ્યું હૈયું સદા તો જીવનમાં
મળ્યું કે ના મળ્યું સંતોષનું બિંદુ એને જીવનમાં
મળ્યો સંતોષ કે જલ્યું હૈયું, સમજાયું ના જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)