1998-08-23
1998-08-23
1998-08-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17537
ભૂતપ્રેતમાં ના માનનારાને પણ, જીવનમાં ભૂત તો વળગે છે

વિચારોનું ભૂત વળગયું જીવનમાં જ્યાં, વિચારોમાં તો એ ભમે છે
અસંતોષનું ભૂત વળગ્યું જીવનમાં જ્યાં, જીવનમાં ના એ તો જંપે છે
વળગ્યું પ્રેમનું ભૂત હૈયાંમાં જ્યાં, જીવનમાં બધું એ તો ભૂલે છે
દુઃખદર્દનું ભૂત વળગ્યું જેના મનમાં, રસ જીવનમાંથી એ તો લૂંટે છે
ધર્મનું ભૂત વળગ્યું જેના હૈયે, જીવનની વાસ્તવિક્તા તો એ ભૂલે છે
શંકાનું ભૂત વળગ્યું જેના મનમાં, શંકા વિના બીજું એ તો જુએ છે
કામકાજમાં વ્યસ્ત એવા જીવને, કામકાજનું ભૂત એ તો સતાવે છે
માંદગીનું ભૂત વળગ્યું જેને જીવનમાં, જીવનમાં આનંદ એ ગુમાવે છે
ભૂતોને ભૂતોની ભૂતાવળમાંથી નીકળ્યું ના મન બહાર, મુક્તિ ના એ પામે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūtaprētamāṁ nā mānanārānē paṇa, jīvanamāṁ bhūta tō valagē chē
vicārōnuṁ bhūta valagayuṁ jīvanamāṁ jyāṁ, vicārōmāṁ tō ē bhamē chē
asaṁtōṣanuṁ bhūta valagyuṁ jīvanamāṁ jyāṁ, jīvanamāṁ nā ē tō jaṁpē chē
valagyuṁ prēmanuṁ bhūta haiyāṁmāṁ jyāṁ, jīvanamāṁ badhuṁ ē tō bhūlē chē
duḥkhadardanuṁ bhūta valagyuṁ jēnā manamāṁ, rasa jīvanamāṁthī ē tō lūṁṭē chē
dharmanuṁ bhūta valagyuṁ jēnā haiyē, jīvananī vāstaviktā tō ē bhūlē chē
śaṁkānuṁ bhūta valagyuṁ jēnā manamāṁ, śaṁkā vinā bījuṁ ē tō juē chē
kāmakājamāṁ vyasta ēvā jīvanē, kāmakājanuṁ bhūta ē tō satāvē chē
māṁdagīnuṁ bhūta valagyuṁ jēnē jīvanamāṁ, jīvanamāṁ ānaṁda ē gumāvē chē
bhūtōnē bhūtōnī bhūtāvalamāṁthī nīkalyuṁ nā mana bahāra, mukti nā ē pāmē chē
|
|