|
View Original |
|
સમય વીતતો જાય છે, આયુષ્ય ઘટતુંને ઘટતું જાય છે
જોજે તું, મનની મનમાં તો એમાં ના રહી જાય છે
જગના મારગ ને ભીતરના મારગ જ્યાં જુદા પડતા જાય છે
જીવનને સાચી દિશા દેવામાં મનડું ત્યાં તો મૂંઝાઈ જાય છે
દિવસનો પ્રકાશ તો જગને અજવાળતું ને અજવાળતું જાય છે
આવતા અંતરાયોના પડછાયા પાડતોને પાડતો જાય છે
અંતરમાં અજવાળા પાથરવા શ્રદ્ધાનો દીપક જલાવતો જાય છે
હટશે જ્યાં અંતરના અંધારા પ્રભુના અજવાળા પથરાય છે
સુખદુઃખથી સંકળાયેલું છે જીવન, જીવન એમાં સમ બનતું જાય છે
વીત્યો સમય આવશે ના ફરી, સત્ય સમજાવતું એ તો જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)