|
View Original |
|
આંખોએ તો જે જે જોયું એ બધું શું હૈયાંને ગમ્યું
બુદ્ધિએ તો જે જે વિચાર્યું, એ બધું હૈયાંએ શું સ્વીકાર્યું
અંતર તો જ્યાં એમાં વધતું ગયું, હૈયાંમાં નર્તન એનું શરૂ થયું
પ્રેમ નીતરતું હૈયું ભીનું ના બન્યું, હૈયાંને ઇચ્છાએ જ્યાં ઘેર્યું
હૈયાંને ઇચ્છાઓના વાદળે ઘેર્યું, સુખચેન એનું લૂંટી ગયું
આંખોએ જે જોયું, બુધ્દિએ વિચાર્યું, અનુભવ એ બની ગયું
હૈયું જ્યાં કામનાઓમાં રાચ્યું, સ્વરૂપ એનું આંખ તો જોતું ગયું
ભાવોના સહારે સંજોગને વાગોળતું ગયું, આંખોમાં નર્તન શરૂ થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)