|
View Original |
|
આંખ બંધ કરી ના, સપનામાં તો ડૂબ્યો રહે
આંખ ખોલીને જો, વાસ્તવિકતા સામે ઊભી છે
હશે સપનું સ્વર્ગ સમું, છે ના એ કોઈ કામનું
દોડી દોડી સપના પાછળ, ના એમાં કાંઈ છે વળવાનું
સપનાનાં પકવાન તો સપનામાં સારાં લાગે
જોઈ જોઈ, કરી યાદ એને, પેટ નથી એમાં ભરાવાનું
મહાલ્યા મહાલ્યા સપનામાં તો ખૂબ ભલે
ના વાસ્તવિકતા છે એમાં તો બદલાવાની
સરી સરી સપનામાં હટશે ના વાસ્તવિકતા
હાઉ વાસ્તવિકતાનો હૈયે તો છવાવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)