2000-06-05
2000-06-05
2000-06-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18097
મારા ને મારા બનીને જીવનમાં, જીવનમાં મને લૂંટી લીધો

હતું ચિત્ત પાસેને સાથે, બનીને મારું ચિત્ત ચોરી ગયો
વરસાવી અકારણ કૃપા એણે, દુઃખ મારું એમાં હરી ગયો
યાદોમાં દીધો એવો ડુબાડી, ચેન જીવનનું મારું હરી ગયો
દીધો પ્રેમ હૈયે એવો જગાવી, એના પ્રેમનો તરસ્યો બનાવી દીધો
હતું મારાપણું ભર્યુ હૈયામાં મારા, મારાપણું એ તો લૂંટી ગયો
સગાંસંબંધીઓ દીધાં ભુલાવી, એણે મને એનો બનાવી દીધો
જેમ જેમ હું લૂંટાતો ગયો, હૈયામાં તડપન એ વધારી ગયો
ભાન-બેભાનમાં એનો બનતો ગયો, ચેન મારું એ લૂંટતો ગયો
મારો ને મારો બનીને જીવનમાં, જીવનમાં મને એ લૂંટતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā nē mārā banīnē jīvanamāṁ, jīvanamāṁ manē lūṁṭī līdhō
hatuṁ citta pāsēnē sāthē, banīnē māruṁ citta cōrī gayō
varasāvī akāraṇa kr̥pā ēṇē, duḥkha māruṁ ēmāṁ harī gayō
yādōmāṁ dīdhō ēvō ḍubāḍī, cēna jīvananuṁ māruṁ harī gayō
dīdhō prēma haiyē ēvō jagāvī, ēnā prēmanō tarasyō banāvī dīdhō
hatuṁ mārāpaṇuṁ bharyu haiyāmāṁ mārā, mārāpaṇuṁ ē tō lūṁṭī gayō
sagāṁsaṁbaṁdhīō dīdhāṁ bhulāvī, ēṇē manē ēnō banāvī dīdhō
jēma jēma huṁ lūṁṭātō gayō, haiyāmāṁ taḍapana ē vadhārī gayō
bhāna-bēbhānamāṁ ēnō banatō gayō, cēna māruṁ ē lūṁṭatō gayō
mārō nē mārō banīnē jīvanamāṁ, jīvanamāṁ manē ē lūṁṭatō gayō
|
|