|
View Original |
|
સજા હોય ભલે નામની, જીવનમાં તો એ શા કામની
પ્રેમ વિના જીવનમાં તરકીબ, બીજી કામ ના આવવાની
હૈયું ખોલી આવકારો સહુને, છે પરમ ચાવી એ સુખની
વહી જાય રાત જેમ સુખની, વહી જાશે રાત દુઃખની
કરજો પુરુષાર્થ એવા, બની જાય હરેક ઘડી પ્રભુમિલનની
હર વાત જીવનની નથી, હકીકત કાંઈ એ બનવાની
પાળી પોષજો સત્ય ને પ્રેમના પરિવારને મુક્તિની સીડી બનવાની
કરશે વિચાર ખુદની પ્રગતિમાં, સત્ય હકીકત કંપાવી જવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)