2000-07-12
2000-07-12
2000-07-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18166
બેઠા છીએ ભલે અહીં, તલાશ દિલને તો બીજાની છે
બેઠા છીએ ભલે અહીં, તલાશ દિલને તો બીજાની છે
હોય તલાશ તો જેની દિલમાં, દિલ એની પાસે પહોંચે છે
હરહંમેશ, એ કાંઈ હંમેશાં નથી, દિલને હંમેશાંની તલાશ છે
તલાશની તલાશ થાય ના પૂરી, તલાશ ત્યાં રહેવાની છે
જીવંત છે જ્યાં તલાશ હૈયામાં, ધ્યાન ત્યાં એમાં રહેવાનું છે
દૂરની કે નજદીકની તલાશ, તલાશ એમાં તો રહેવાની છે
તલાશ છે જીવંતપણાની નિશાની, ના એના વિના રહેવાનું છે
યુગો વીત્યા છે તલાશ પ્રભુની, ના તલાશ પૂરી એ થઈ છે
લાગે તલાશનો અંત આવ્યો, ત્યાં તલાશ શરૂ થવાની છે
રહેશે તલાશ ચાલુ ને ચાલુ, પ્રભુમિલનમાં પૂરી થવાની છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bēṭhā chīē bhalē ahīṁ, talāśa dilanē tō bījānī chē
hōya talāśa tō jēnī dilamāṁ, dila ēnī pāsē pahōṁcē chē
harahaṁmēśa, ē kāṁī haṁmēśāṁ nathī, dilanē haṁmēśāṁnī talāśa chē
talāśanī talāśa thāya nā pūrī, talāśa tyāṁ rahēvānī chē
jīvaṁta chē jyāṁ talāśa haiyāmāṁ, dhyāna tyāṁ ēmāṁ rahēvānuṁ chē
dūranī kē najadīkanī talāśa, talāśa ēmāṁ tō rahēvānī chē
talāśa chē jīvaṁtapaṇānī niśānī, nā ēnā vinā rahēvānuṁ chē
yugō vītyā chē talāśa prabhunī, nā talāśa pūrī ē thaī chē
lāgē talāśanō aṁta āvyō, tyāṁ talāśa śarū thavānī chē
rahēśē talāśa cālu nē cālu, prabhumilanamāṁ pūrī thavānī chē
|
|