|
View Original |
|
જમાને જમાને તાસીર મહોબતની તો બદલાણી
જમાને જમાને લૈલા-મજનું એનાં તો બદલાણાં
છલકતો હતો પ્રવાહ પ્રેમનો હૈયે એના તો એવો
આજની મહોબતમાં, મહોબતનાં સૂકાં રણ દેખાયાં
હર મહોબતભર્યા દિલમાં, લેશે પ્રભુ રૂપ તો એનાં
દૂરંદેશી મળશે ના દિલ ને દિલમાં, મહોબતનાં દેખાયાં તળિયાં
મહોબતની રાહ છે ફનાગીરીની, ચાહે આજે એમાં રંગરેલિયાં
આવે છે ભરતી જલદી એમાં, રહેતા નથી એ ઓટ વિનાના
રસમો મહોબતની ભલે બદલાણી, દિલ તો ના બદલાયાં
છે ખેલ મહોબતનો એવો, દુનિયા એમાં બંનેની બદલાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)