Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8707 | Date: 24-Jul-2000
સમજાઈ નથી ભૂલ જેને જીવનમાં, સુધારશે એને તો એ ક્યાંથી
Samajāī nathī bhūla jēnē jīvanamāṁ, sudhāraśē ēnē tō ē kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8707 | Date: 24-Jul-2000

સમજાઈ નથી ભૂલ જેને જીવનમાં, સુધારશે એને તો એ ક્યાંથી

  No Audio

samajāī nathī bhūla jēnē jīvanamāṁ, sudhāraśē ēnē tō ē kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-07-24 2000-07-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18194 સમજાઈ નથી ભૂલ જેને જીવનમાં, સુધારશે એને તો એ ક્યાંથી સમજાઈ નથી ભૂલ જેને જીવનમાં, સુધારશે એને તો એ ક્યાંથી

ધરાવે છે વલણ જિદ્દી જે જીવનમાં, સમજાશે ભૂલ એને ક્યાંથી

ભૂલોથી ઉપર ઊઠયો નથી માનવી, કર્યાં વિના ભૂલો એ રહેવાનો નથી

નિત્ય ફસાયેલો છે અહંની જાળમાં, ભૂલો કર્યાં વિના રહેવાનો નથી

આગળપાછળની વાતો કરાવશે ભૂલો, એ થયા વિના રહેવાની નથી

કાબૂ નથી મન પર જેના, ભૂલો જલદી થયા વિના રહેવાની નથી

સ્વાર્થ ભરેલાં છે હૈયાં જેનાં, ભૂલો કર્યા વિના એ રહેવાનાં નથી

હકીકત છે આ જીવનની, આંખ આડે કાન કરવાથી વળવાનું નથી

વધવું હશે જીવનમાં આગળ, કાબૂ ભૂલો પર મેળવ્યા વિના રહેવાનું નથી

રહેશે જે કરતા દૂર ભૂલો જીવનમાં, શાંતિ મળ્યા વિના રહેવાની નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajāī nathī bhūla jēnē jīvanamāṁ, sudhāraśē ēnē tō ē kyāṁthī

dharāvē chē valaṇa jiddī jē jīvanamāṁ, samajāśē bhūla ēnē kyāṁthī

bhūlōthī upara ūṭhayō nathī mānavī, karyāṁ vinā bhūlō ē rahēvānō nathī

nitya phasāyēlō chē ahaṁnī jālamāṁ, bhūlō karyāṁ vinā rahēvānō nathī

āgalapāchalanī vātō karāvaśē bhūlō, ē thayā vinā rahēvānī nathī

kābū nathī mana para jēnā, bhūlō jaladī thayā vinā rahēvānī nathī

svārtha bharēlāṁ chē haiyāṁ jēnāṁ, bhūlō karyā vinā ē rahēvānāṁ nathī

hakīkata chē ā jīvananī, āṁkha āḍē kāna karavāthī valavānuṁ nathī

vadhavuṁ haśē jīvanamāṁ āgala, kābū bhūlō para mēlavyā vinā rahēvānuṁ nathī

rahēśē jē karatā dūra bhūlō jīvanamāṁ, śāṁti malyā vinā rahēvānī nathī
Scan Image

Gujarati Bhajan no. 8707 by Satguru Devendra Ghia - Kaka
First...870487058706...Last