|
View Original |
|
આભા છે અનોખી તમારી, બની છે એમાં પ્રતિભા તમારી
છે જીવનમાં એ સમવાણી, છે અનોખી પ્રભુની મહેરબાની
રોજિંદા જીવનમાં ભલે ના સમજાણી, વખતે તો એ વરતાણી
કરવી ના સરખામણી છે પ્રતિભા એ તમારી ને તમારી
છે મુખ પર જાહેર એવા એ થાતી ના છૂપી છુપાવી શકવાની
કાઢવા અંદાજ ક્યાંથી એના, રોજે રોજે રહી છે ઉપસ્થિતી
મુકામ છે ભલે મુખ પર છે જ્યોત એ તો અંતરની
પાડશે છાપ ચાતુર્યની એની પાડશે છાપ પ્રતિભાની એની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)