|
View Original |
|
નીખાલસ નથી જીવનમાં જ્યાં હૈયું તો તારું
અનેક દર્દોને રહ્યું છે હૈયામાં એ સંઘરતું ને સંઘરતું
મારગ જીવનમાં નથી એમાંથી એ કાઢી શકતું
મૂંઝારામાં ને મૂંઝારા રહ્યું છે રહ્યું છે સંઘરતું ને મૂંઝાતું
છે ઊંડે હૈયામાં ભાવના પ્રેમની નજરમાં નથી ભરી શકતું
દ્વાર પ્રેમના જીવનમાં રહ્યું છે એ શોધતું ને શોધતું
દર્દ કરી સહન, કરી બેહાલ દિલની દુનિયા
ખોઈ નીખાલસતા જીવનમાં સહન કર્યુ ઘણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)