|
View Original |
|
કહેશો ના આપણા કર્મોને છે આપણી સાથે શું લેવા-દેવા
નથી ચાલ્યા નિયમોથી આપણે, છે એ તો નિયમોથી બંધાયેલા
વાવ્યું તેવું લણે યાદ સતત એની એ અપાવતા રહેવાના
સમયે સમયે ફળ તો એનું જીવનમાં એ તો દેતા રહેવાના
કર્મના ફળની નાસક ભરી, એના કરનારને એ દેવાના ને દેવાના
ના કોઈને જગમાં એમાંથી એ તો છટકી જવા દેવાના
ના દલીલ બાજી, કોઈની ચાલવા દેવાના, ના ભરમાઈ જાવાના
છે ચોકસાઇ એના કામમાં તો એવી ના કોઈનું ફળ બીજો દેવાના
ના દેશે કોઈને એમાં વધુ કે ઓછું ના બાકી કોઈનું રાખવાના
આપણા કિસ્મતને છે લેવા-દેવા આપણા ફળ એનું આપણને દેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)