|
View Original |
|
છુપાયેલા હતા એવા દિલમાં તો તમે ને તમે
રહ્યા અજાણ એનાથી એમાં તો અમે ને અમે
હતું દિલ અમારું પ્રવેશ્યા એમાં ક્યારે તમે ને તમે
રચ્યા પ્રેમના સપના તો એંમા તમે ને અમે
હતા દૂર એકબીજાથી હતા ત્યારે તમે એ તમે અમે એ અમે
કરી કોશિશો એક બનવા રહેવું ના હતું તમે એ તમે અમે એ અમે
દુઃખદર્દ ભૂલી, નવા દર્દમાં પડયા તમ ને અમે
કરી કિસ્મતે દખલગીરી હતા મકક્મ એમાં અમે ને તમે
રહેવું નથી અમારે બનીને અમે, રહેજો ના બનીને તો તમે
એક સૂર કાઢીયે રહેવું નથી બનીને તમે એ તમે અમે એ અમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)