|
View Original |
|
નીરાંતે બેસીને કરશું આપણે આપણા દિલની વાત
દુઃખ ભૂલીને જીવનના, શોધશું સુખી થવાના ઉપાય
સર્જેલી આપણે આપણી પલોજણને કાઢવા કરશું ઉપાય
મનમાં સંધાયેલી દિલમાં જળવાયેલી વાતોની કરશું વાત
એકબીજાના દિલમાં પહોંચવા લેશું દિલને આપણી સાથ
કરવી નથી કોઈ એવી વાત, મચાવે આપણા દિલમાં ઉત્પાત
ભર્યુ હશે દિલમાં કરી ખાલી લાવશું દિલની નજદીક્તા
રાખશું ના દિલને દિલથી દૂર રાખશું દિલ ને દિલની સાથ
થઈને દિલથી તો એકબીજાના સાધશું દિલની એક્તા
થઈ ગયા એક જ્યાં દિલથી, આવસે દિલને નીરાંત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)