|
View Original |
|
તારા ને તારા તને તારા જીવનમાં તને હરાવી દેશે
તારી તો છે એ નબળાઈ તારી તને તો એ જકડી રાખશે
નામ દેશે એને ભલે જુદા, બંધનમાં એ તો બાંધી રાખશે
તારા ને તારા તને જીવનમાં સુખદુઃખની લહાણી કરાવશે
જાવા ના દેશે દૂર એનાથી, એ ખેંચતા ને ખેંચતા રહેશે
કરીશ કોશિશો દૂર રહેવા, વધુ ને વધુ જકડી રાખશે
રૂપો હશે ભલે જુદા જુદા, કાર્ય એ તો એ જ કરશે
મીઠાશ હશે જેની જેમાં વધુ, વધુ એ જકડી રાખશે
જગના એ ભારા, રાખશે જડકી જગમાં, જગમાં જકડી રાખશે
બનાવજે પ્રભુને તારા દઈ દઈ બધું મુક્તિ તને આપસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)