|
View Original |
|
રોજ નીરખું છું તારીખિયામાં તારીખને
સમજાતું નથી જાય છે બની એ અંગ વીતેલા જીવનનું
કદી અપાવે એ સ્મૃતિઓ આનંદ-ઉલ્લાસની
બની જાય છે એ પણ અંગ વીતેલા જીવનનું
પ્રેમસભર નયને જોઉં છું રાહ એવી તારીખની
જન્મોજનમની આશા છિપાવે આવે એવી તારીખ બનીને
જોઉં એવી આશાએ, ઊગે આજ એવી ઉષા
ભરી દે શાંતિથી તો એ જીવન મારું
ભૂત, વર્તમાન ને ભવિષ્યના સંગમસમું છે તારીખિયું
સમાયા છે ત્રણે કાળ એમાં છે એવું એ તારીખિયું
જોતાં તારીખ યાદ આવે, વીતેલું જીવન એ દિવસનું
કંઈક તારીખ આશા બંધાવે એ તારીખની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)