|
View Original |
|
તારા વિના રે માડી કોને કહું અંતરની વ્યથા મારી
આ જગમાં તો તું છે એક જ મારી રખવાળી કરનારી
શ્વાસેશ્વાસે છે અવરોધો જીવનમાં, છે તું દૂર કરનારી
લઉં છું શ્વાસો કરું છું જીવનમાં બધું, છે બધી એ શક્તિ તારી
જાગે ખોટા અહં જીવનમાં, છે એમાંથી તું બચાવનારી
છે એક જ તું તો એવી, અમારા ઉપર સદા હેત વરસાવનારી
જોયા કંઈક શક્તિશાળી જીવનમાં, ના જોયા તારા જેવા શક્તિશાળી
રીઝે જ્યારે જીવનમાં છે એક તું જ બધું તો દેનારી
ભીડ પડે જ્યારે જ્યારે જીવનમાં, એક તું જ છે ભીડ ભાંગનારી
હશે બીજા ભલે જીવનમાં, તું ને તું છે એક માત મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)