Hymn No. 9212
હતા પાસે ને પાસે, સાથે ને સાથે, તમે અમને જોતા રહ્યા અમે ના શોધી શક્યા
hatā pāsē nē pāsē, sāthē nē sāthē, tamē amanē jōtā rahyā amē nā śōdhī śakyā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18699
હતા પાસે ને પાસે, સાથે ને સાથે, તમે અમને જોતા રહ્યા અમે ના શોધી શક્યા
હતા પાસે ને પાસે, સાથે ને સાથે, તમે અમને જોતા રહ્યા અમે ના શોધી શક્યા
રહી આ રમત ચાલુ ને ચાલુ, તમે અમને નજરમાં રાખ્યા ના અમે રાખી શક્યા
હતા ભાવોના ઉછાળા, ના ચરણે ધરી શક્યા ના ચરણ તમારાં ગોતી શક્યા
સમજદારીના સ્વાંગમાં નાસમજી પોષતા રહ્યા, ના એને અમે રોકી શક્યા
દુઃખદર્દના કર્યા પરપોટા ઊભા, ના ફોડી શક્યા ના દૂર એને કરી શક્યા
હૈયાના હાસ્યને ખોયું જીવનમાં, કરી કોશિશો ના એને મેળવી શક્યા
રૂપ અમારું ના અમે બદલી શક્યા, તમારાં અનેક રૂપમાં ના તમને ઓળખી શક્યા
ચાહતા હતા કહેવા ઘણુંઘણું તમને, દિલમાંથી વાત બહાર ના લાવી શક્યા
દઈદઈ ઝાંખી, યાદ તમને આપતા રહ્યા, નજર તમને જોવાની ના કેળવી શક્યા
થાકીથાકી પડયાં જ્યાં ચરણોમાં, કરી કૃપા અપ્રગટ તમને અમે નીરખી શક્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatā pāsē nē pāsē, sāthē nē sāthē, tamē amanē jōtā rahyā amē nā śōdhī śakyā
rahī ā ramata cālu nē cālu, tamē amanē najaramāṁ rākhyā nā amē rākhī śakyā
hatā bhāvōnā uchālā, nā caraṇē dharī śakyā nā caraṇa tamārāṁ gōtī śakyā
samajadārīnā svāṁgamāṁ nāsamajī pōṣatā rahyā, nā ēnē amē rōkī śakyā
duḥkhadardanā karyā parapōṭā ūbhā, nā phōḍī śakyā nā dūra ēnē karī śakyā
haiyānā hāsyanē khōyuṁ jīvanamāṁ, karī kōśiśō nā ēnē mēlavī śakyā
rūpa amāruṁ nā amē badalī śakyā, tamārāṁ anēka rūpamāṁ nā tamanē ōlakhī śakyā
cāhatā hatā kahēvā ghaṇuṁghaṇuṁ tamanē, dilamāṁthī vāta bahāra nā lāvī śakyā
daīdaī jhāṁkhī, yāda tamanē āpatā rahyā, najara tamanē jōvānī nā kēlavī śakyā
thākīthākī paḍayāṁ jyāṁ caraṇōmāṁ, karī kr̥pā apragaṭa tamanē amē nīrakhī śakyā
|
|