Hymn No. 9213
પ્રસરે હૈયામાં આનંદ જ્યારે, જીવનમાં અંદાજ સાચો ઊતરે
prasarē haiyāmāṁ ānaṁda jyārē, jīvanamāṁ aṁdāja sācō ūtarē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18700
પ્રસરે હૈયામાં આનંદ જ્યારે, જીવનમાં અંદાજ સાચો ઊતરે
પ્રસરે હૈયામાં આનંદ જ્યારે, જીવનમાં અંદાજ સાચો ઊતરે
ચાલે ના એમાં તર્ક કે તુક્કા, વાસ્તવિકતાની ધરતી એ મળે
માનવમનનાં માપવા ઊંડાણ સહેલાં નથી, તળ ક્યારેક એનાં મળે
ભવિષ્યકથન નથી કોઈના હાથમાં, ક્યારેક કથન સાચું પડે
મન વિનાના ના મેળ મળે, ક્યારેક મનની બેજોડ જોડ મળે
વિચારોની વાટે ભમે બધા વિચારો, ના ક્યાંય ઓર કે છોડ મળે
દર્દની દુનિયામાં સહુ દીવાના થઈ ફરે, ખુદનું ઉપજાવેલું ખુદને મળે
સ્વાર્થનાં સગપણ મળે ઝાઝાં, પ્રેમની મીઠાશ તો કોઈકને જ મળે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રસરે હૈયામાં આનંદ જ્યારે, જીવનમાં અંદાજ સાચો ઊતરે
ચાલે ના એમાં તર્ક કે તુક્કા, વાસ્તવિકતાની ધરતી એ મળે
માનવમનનાં માપવા ઊંડાણ સહેલાં નથી, તળ ક્યારેક એનાં મળે
ભવિષ્યકથન નથી કોઈના હાથમાં, ક્યારેક કથન સાચું પડે
મન વિનાના ના મેળ મળે, ક્યારેક મનની બેજોડ જોડ મળે
વિચારોની વાટે ભમે બધા વિચારો, ના ક્યાંય ઓર કે છોડ મળે
દર્દની દુનિયામાં સહુ દીવાના થઈ ફરે, ખુદનું ઉપજાવેલું ખુદને મળે
સ્વાર્થનાં સગપણ મળે ઝાઝાં, પ્રેમની મીઠાશ તો કોઈકને જ મળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prasarē haiyāmāṁ ānaṁda jyārē, jīvanamāṁ aṁdāja sācō ūtarē
cālē nā ēmāṁ tarka kē tukkā, vāstavikatānī dharatī ē malē
mānavamananāṁ māpavā ūṁḍāṇa sahēlāṁ nathī, tala kyārēka ēnāṁ malē
bhaviṣyakathana nathī kōīnā hāthamāṁ, kyārēka kathana sācuṁ paḍē
mana vinānā nā mēla malē, kyārēka mananī bējōḍa jōḍa malē
vicārōnī vāṭē bhamē badhā vicārō, nā kyāṁya ōra kē chōḍa malē
dardanī duniyāmāṁ sahu dīvānā thaī pharē, khudanuṁ upajāvēluṁ khudanē malē
svārthanāṁ sagapaṇa malē jhājhāṁ, prēmanī mīṭhāśa tō kōīkanē ja malē
|
|